• શનિવાર, 13 એપ્રિલ, 2024

સોની પિક્ચર્સે ઝી સાથે મર્જરની અરજી એનસીએલટીમાંથી પાછી ખેંચી  

મુંબઈ, તા. 29 (એજન્સીસ) : સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયાએ આજે ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસ લિમિટેડ (ઝી લિ.) સાથે મર્જર કરવા માટે કરેલી અરજીને એનસીએલટીમાંથી પાછી ખેંચી લીધી હતી. ગત 22 જાન્યુઆરીએ સોનીએ ઝી સાથે મર્જર માટે લગભગ બે વર્ષ ચાલેલી મંત્રણા ઉપર પડદો પાડયો હતો. સોનીએ ઝી સાથે મર્જરની યોજના ઘડી હતી, જેથી તે દેશમાં 10 અબજ ડૉલરનું મૂલ્ય ધરાવતી મનોરંજન ક્ષેત્રની તે સૌથી મોટી કંપની બની શકે. સોનીની કંપનીઓ કલ્વેર મેક્સ અને બાંગલા એન્ટરટેઈનમેન્ટે પણ ગત 22મી જાન્યુઆરીએ શરતોના ભંગનું કારણ આપી ઝી સાથે કરાર તોડી નાખ્યા હતા અને ઝી પાસેથી નવ કરોડ ડૉલરની ફી નુકસાની પેટે માગી હતી

ઘટના વિશે સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયાએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. ગત 24મી જાન્યુઆરીએ ઝી લિ. એનસીએલટી અને સિંગાપુર આર્બિટ્રેશન સેન્ટર સમક્ષ સોની વિરુદ્ધ મર્જર રદ કરવા માટે કેસ ફાઈલ કરવાની જાહેરાત કરી હતી. સોની ગ્રુપે સિંગાપુર આર્બિટ્રેશન સેન્ટરને વિનંતિ કરી છે કે તે ઝીને એનસીએલટી પાસેથી કોઈપણ રાહત લેતાં રોકે. જોકે, સિંગાપુરના લવાદ સેન્ટરે સ્પષ્ટ કર્યું છે કે ઝીને એનસીએલટી સમક્ષ જતાં તે રોકી શકે નહીં, તે તેમના અધિકારક્ષેત્રની બહાર છે. સોની અને ઝી વચ્ચે સૂચિત મર્જર રદ થવાના કારણે ઝીના શૅર ભાવમાં અત્યાર સુધીમાં આશરે 30 ટકાનો ઘટાડો થયો છે

તાજેતરમાં બ્લૂમબર્ગ દ્વારા આપવામાં આવેલા અહેવાલ અનુસાર સેબીને ઝી લિમિટેડના એકાઉન્ટ્સમાં રૂા. 2000 કરોડની ઘાલમેલ થઈ હોવાની આશંકા છે, જે સેબીના પ્રાથમિક અંદાજ કરતાં આશરે દસ ગણી વધારે રકમ છે. ગયા વર્ષે અૉગસ્ટ માસમાં સેબીએ ઝીના સ્થાપકો સુભાષચંદ્રા અને પુનિત ગોએન્કાને કોઈપણ લિસ્ટેડ કંપનીઓના કાર્યકારી હોદ્દા અથવા ડિરેક્ટરના હોદ્દા ઉપર રહેવા સામે મનાઈ ફરમાવી હતી. સેબીએ તે સમયે કરેલી તપાસમાં બંને જણને સત્તાનો દુરુપયોગ કરી કંપનીનું ભંડોળ પોતાના લાભ માટે અન્યત્ર વાળવા દોષી ઠેરવવામાં આવ્યા બાદ ઉક્ત નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં

કારણે સોનીએ તાજેતરમાં ઝી સાથે સૂચિત દસ અબજ ડૉલરના મર્જર સોદાને પડતો મૂક્યો હતો. ઝી લિ.ના સ્થાપકના પુત્ર પુનિત ગોએન્કા કંપનીના સીઈઓ તરીકે ચાલુ રહે તેવું સોની ઈચ્છતી નહોતી, તેમની વિરુદ્ધ કાયદાકીય કેસિસ ચાલી રહ્યા હોવાથી સોની પુનિત ગોએન્કાને નવી કંપનીમાં સીઈઓના હોદ્દા ઉપર ચાલુ રાખવા માગતી નહીં હોવાથી કરાર રદ કરવાનો નિર્ણય સોની ગ્રુપે લીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ