મિડકૅપ-સ્મોલકૅપમાં નરમાઇ-માર્કેટ બ્રેડ્થ ખરાબ, તાતા મોટર્સ પીવી નવ ટકા નરમ, મેક્સ હેલ્થ સાડાછ ટકા ઊછળ્યો
વાણિજ્ય
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : ભારતીય શૅરબજારોએ શુક્રવારે સુધારાના ટ્રેન્ડમાં થાક ખાઇ લીધા પછી સોમવારે પુન: મૂળ તેજીના માર્ગે આગેકૂચ કરી હતી. બીએસઈમાં સેન્સેક્સે 512.34 પોઈન્ટ્સ, 0.63 ટકાના ગેઇને 82 હજાર ક્રોસ કરીને 82104.79 અને એનએસઈમાં નિફ્ટી ફિફ્ટીએ 146.80 પૉઈન્ટ્સ, 0.58 ટકા વધીને 25291.10 બંધ આપ્યાં હતા. બૅન્ક નિફ્ટીએ નવો ક્લોઝિંગ હાઇ નોંધાવી સેન્ટિમેન્ટ સુધારવામાં મહત્ત્વનો ફાળો.....