• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

કાશ્મીરી અખરોટની નવી સિઝનમાં પાક 20 ટકા વધુ આવતાં ભાવ ટકી રહેશે

વાશીમાં કિલો દીઠ 700થી 1200ના ભાવે મુહૂર્તના સોદા થયા

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 17 : ઓમેગા-3 થી ભરપૂર અને આરોગ્ય માટે ગુણકારી ગણાતા કાશ્મીરનાં અખરોટની નવી સિઝન ગત સપ્તાહે શરૂ થઇ છે, વાશી એપીએમસીના વેપારીઓએ નવી સિઝનનાં મૂર્હુતના સોદા કિલો દીઠ 700 થી 1200 રૂપિયાના ભાવે  કર્યા હોવાના અહેવાલ છે. આ વખતે કાશ્મીરમાં અખરોટનો પાક ગત સિઝન કરતાં 20 ટકા જેટલો વધારે હોવાથી ભાવ ટકેલા રહેશે. મુંબઇ ડ્રાયફ્રુટ એસોસિએશનનાં ખજાનચી....