નવી દિલ્હી, તા.17 : ઝિમ્બાબ્વે ક્રિકેટના ચેરમેન ટાવેંગવા મુકુહલાનીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇમરાન ખ્વાજાએ પદ છોડયા બાદ મુકુહલાનીને જવાબદારી અપાઈ છે. તેઓ નવેમ્બર 2027 સુધી આ પદભાર સંભાળશે. આઈસીસીના આ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર પહોંચનારા તેઓ ઝિમ્બાબ્વેના પ્રથમ વ્યક્તિ બની ગયા....