કોક્રોચ પાર્ટીના સુપ્રીમ લીડર અભિજીત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી કરી છે: મહેતલ 48 કલાકની આપી છે અને દેશભરમાં આંદોલન- વિરોધ પ્રદર્શન કરીને નવી દિલ્હીના જંતરમંતરને ફરીથી આંદોલનનું કેન્દ્ર બનાવવાની ધમકી પણ આપી છે. પરીક્ષાનાં પેપર `લીક' સામે અવાજ ઊઠાવીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારા અભિજીત દીપકે મુંબઈ આઈઆઈટીના વિદ્યાર્થીના આપઘાત પછી `ન્યાય મેળવવા' કેમ આગળ આવ્યા નહીં? તેઓ વિદ્યાર્થી પરિવારની વહારે આવશે એવી અપેક્ષા હતી પણ રાષ્ટ્રીય કક્ષાએ રાજકીય કામગીરીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય એમણે કર્યો છે! અને આ માટે એમને `પરોક્ષ પ્રોત્સાહન' અથવા સંદેશ મળ્યો હોય એમ લાગે છે.
રાહુલ ગાંધી સહિતના વિરોધી
પક્ષોએ લોકોના મનમાં ચૂંટણી પંચની નિષ્પક્ષતા બાબતે શંકા ઊભી કરવાના પ્રયાસ થઈ રહ્યા
છે ત્યારે સત્તાધારી ભાજપ અને એનડીએમાં સામેલ પક્ષોએ પણ આ મામલે રાહ જોવાને બદલે તાત્કાલિક
જવાબ આપવાની નીતિ અપનાવી છે. એના ભાગરૂપે જ શનિવારે મોડી સાંજે મુખ્ય ચૂંટણી પંચે પ્રેસ
કૉન્ફરન્સ બોલાવી ત્રણેય કમિશનર એકમત હોવાનું દર્શાવ્યું હતું.
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ
મુખ્ય ચૂંટણી કમિશનર સામેના વિરોધ આંદોલનમાં જેન-ઝીને સિફતથી જોડી દીધું છે. દેશના
યુવા વર્ગને મતાધિકારથી વંચિત રાખવાની સાઝિશ- છે એવો આક્ષેપ એમણે કર્યો છે અને ઈશારો
કોક્રોચ પાર્ટી માટે અવસર બન્યો છે! મહારાષ્ટ્રના વિદ્યાર્થીને `ન્યાય' અપાવવાનું પછી
થશે!
દરમિયાન મુંબઈના મૃતક
વિદ્યાર્થીના પરિવારને વિપક્ષીનેતા રાહુલ ગાંધીએ ખાતરી આપી છે કે તમને `ન્યાય' અપાવવા
કૉંગ્રેસપક્ષ છેવટ સુધી લડશે. ભૂખહડતાળ- અનિશ્ચિત અનશન ઉપર ઉતરેલા મૃતકના માતા-પિતાને
યુવા કૉંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ છીબે મળીને ખાતરી આપી છે. વર્ગીકૃત જાતિઓના પંચ તથા
બસપા જેવા પક્ષના નેતાઓ પાછળ રહી ગયા છે ત્યારે રાહુલ ગાંધી ચૂંટણીના રાજકારણમાં જાતિવાદ
સાથે રહ્યા છે.