• ગુરુવાર, 14 મે, 2026

સોનાની આયાત ડયૂટી છ ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી

વિદેશી હૂંડિયામણ બચાવવા કેન્દ્રનો આકરો નિર્ણય

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે આજે સોના અને ચાંદી ઉપરની આયાત ડયૂટીને વધારીને કુલ પંદર ટકા કરી છે. અગાઉ આ શુલ્ક છ ટકા હતો, આમ સરકારે એક જ નિર્ણયમાં નવ ટકાનો મોટો વધારો સોનાની આયાત ડયૂટીમાં કર્યો છે.  નવી વ્યવસ્થા મુજબ દસ ટકા મૂળ કસ્ટમ્સ ડયૂટી અને પાંચ ટકા કૃષિ આધારભૂત વિકાસ ઉપર....