• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

સબાલેંકા અને મૂચોવા ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં  

પેરિસ, તા.6 : બીજા ક્રમની બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકા અને ઝેક ગણરાજ્યની ખેલાડી કેરોલિના મૂચોવા ગ્રાંડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ફ્રેંચ ઓપનના સેમિ ફાઈનલમાં પહેલીવાર પહોંચી છે. ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન સાબાલેંકાએ આજે રમાયેલા ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ખેલાડી ઇલિના સ્વિતોલિનાને 6-4 અને 6-4થી હાર આપી હતી જ્યારે મુચોવાનો રૂસી ખેલાડી પાબ્લુચેકોવા સામે 7-5 અને 6-2થી વિજય થયો હતો અને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

જ્યારે અમેરિકી યુવા ખેલાડી કોકો ગોફ કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તેનો ચોથા રાઉન્ડમાં અન્ના કેરોલિના સામે 7-5 અને 6-2થી વિજય થયો હતો. ગોફનો સામનો ક્વાર્ટર ફાઇનલમાં નંબર વન ઇગા સ્વિયાતેક સામે થશે. આ ઉપરાંત ઓંસ જાબૂર અને 14મા ક્રમની બ્રાઝિલની હદાદ માઇયા પણ ક્વાર્ટરમાં પહોંચી છે. હદાદ માઇયા પપ વર્ષ બાદ કોઇ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી બ્રાઝિલની પહેલી ખેલાડી બની છે. તેણીએ ચોથા રાઉન્ડમાં સોરિબેસ ટોરમાને 6-7, 6-3 અને 7-5થી હાર આપી હતી. 

પુરુષ વિભાગમાં ચોથા ક્રમનો ખેલાડી કેસ્પર રૂડ સતત બીજા વર્ષે અંતિમ આઠમાં પહોંચ્યો છે. તેણી ગયા વર્ષના રનર્સઅપ ખેલાડી નિકોલસ જેરીને 7-6, 7-5 અને 7-5થી હાર આપી હતી.