• શનિવાર, 02 માર્ચ, 2024

`મામા મિયા' પહેલી વાર ભારતમાં

બિઝનેસવુમન નીતા મુકેશ અંબાણી મુંબઈસ્થિત એનએમસીસી (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર)માં આયોજિત કરવામાં આવેલા `મામા મિયા' મ્યુઝિકલ શો જોવા પહોંચ્યાં હતાં. વેસ્ટ એન્ડના આ પ્રખ્યાત અને સૌથી લાંબા ચાલનારા આ શોનું આયોજન ભારતમાં પહેલી વાર કરાયું છે. આ કાર્યક્રમ 30મી નવેમ્બરથી સાતમી ડિસેમ્બર સુધી ચાલશે ત્યારે તેને જોવા માટે પરવડે તેવા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી છે. લંડનના વેસ્ટ એન્ડમાં સૌથી લાંબો ચાલતો શો સિંગલ મધર ડેના અને તેની દીકરી સોફીની વાર્તા પર આધારિત છે. સુપ્રસિદ્ધ બૅન્ડ એબીબીએનાં હિટ ગીતો સાથે ઈમોશનલ ડ્રામા પ્રસ્તુત કરવામાં આવશે. નીતા અંબાણીએ આ અંગે જણાવ્યું હતું કે, વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ ભારતમાં લાવવાના અમારા લક્ષ્યને પૂરું કરવાના પ્રયાસો કરીએ છીએ. મામા મિયા એનએમસીસી ખાતે પ્રસ્તુત કરવાનો ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. દુનિયાભરમાં વખણાયેલા આ કાર્યક્રમને ભારતમાં પહેલી વાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ