• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

મીરા-ભાયંદરમાં અજબ કારભાર : 12 લાખ રૂપિયા ટૅક્સ ભરનારો સ્ટૉલનો લાભાર્થી

મહાસભામાં મામલો સામે આવતા મેયરે તપાસનો આદેશ આપ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : ભ્રષ્ટાચાર માટે પંકાયેલી મીરા ભાયંદર પાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. વિકલાંગ, જરૂરિયાતમંદ અને દૂધના વેચાણ માટેના રાહત દરે પાલિકા દ્વારા અપાતા સ્ટૉલ બેરોજગાર નહીં પણ પાલિકામાં રૂા. 12 લાખનો ટૅક્સ ભરનારાને આપવામાં આવ્યો હોવાનું આજે આયોજિત મહાસભામાં જણાઈ....