નજીકની કંપનીમાંથી ઝેરી ગૅસ લીકેજની શંકા : પોલીસ તપાસ શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : રામ મંદિર પૂર્વમાં મૃણાલ ગોરે બ્રિજ નજીક પારસી પંચાયતના ગેટ નજીકના સુલભ સાર્વજનિક શૌચાલયમાં આજે વહેલી સવારે બે યુવકના ગૂંગળાઈને મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના બની હતી. શૌચાલયની નજીક આવેલી એક કંપનીમાંથી ગૅસ લીકેજ થવાથી યુવાનોનાં મૃત્યુ થવાની શંકા વ્યક્ત કરાતા વનરાઈ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું....