• શનિવાર, 09 મે, 2026

ઇન્ડિ મોરચામાં ‘વિજય’ જોડાશે?

તામિલનાડુમાં ‘િત્રશંકુસ્થિતિમાં તમામ રાજકીય પક્ષોની રાજકીય શતરંજ શરૂ થઈ પણ આખરે જોસેફ વિજય બહુમતીનો આંકડો બતાવી શક્યા છે. શુક્રવારે આખો દિવસ રાજરમત ચાલુ રહી અને ‘ભાજપને સરકારથી દૂર રાખવા માટે હુકમના પાનાંની જેમ શરત મૂકવામાં આવી. વાસ્તવમાં સેક્યુલરવાદ અને ભાજપનું નામ આગળ ધરવામાં આવ્યું. પૂર્વ મુખ્ય પ્રધાન - ડીએમકેના સ્ટાલિને હરીફ અન્નાડીએમકેની સરકારને બહારથી ટેકો આપવાની - બિનશરતી અૉફર કરી. બંને ડીએમકે છાવણીમાં કચવાટ હતો ત્યારે સીપીએમ અને સીપીઆઇના કુલ ચાર સભ્યો જ હોવા છતાં એમણે વિજયની સરકારમાં જોડાવાની અૉફર સામે ચાલીને કરી. જાહેરાત કરી કે ભાજપને દૂર-બહાર રાખવા માટે અમે વિજયને ટેકો આપીએ છીએ. વિજયની પાર્ટીના 108 સભ્યોમાં કૉંગ્રેસના પાંચ, ડાબેરીઓના ચાર અને અન્ય એક સભ્ય જોડાયા પછી રાજ્યપાલને મળવા ગયા. 108 સભ્યોમાં વિજયની બે બેઠકો જ્યાંથી તેઓ જીત્યા છે - નો સમાવેશ થાય છે.

બહુમતી બનાવવા અને બતાવવા પાછળ ઘણાં ખેલ ખેલાયા છે! બંને ડીએમકેના નેતાઓને ડર હતો કે યમરાજાની જેમ જોસેફ વિજય ઘર ભાળી ગયા પછી દસ-પંદર વર્ષ સુધી રાજ-પાટ મળવાની આશા નથી તેથી જ બંને પક્ષો હાથ મિલાવે એવી પેરવી થઈ. સ્ટાલિને તો શરૂઆત કરી કે અમે સપોર્ટ આપીશું - બહાર રહીને. પછી આવા અહેવાલોને રદિયો આપ્યો પણ ઘણાં સભ્યોને તો સત્તાની સુગંધ આવવા લાગી, મોઢાંમાંથી લાળ ઝરવા માંડી. આવા વધુ સભ્યો અન્નાડીએમકેના હતા તેથી પક્ષના નેતા પલાની સ્વામીએ તમામ 47 સભ્યોને પુડ્ડુચેરીની ભાગોળે એમના બંગલામાં બોલાવ્યા. આ પક્ષના એક નેતા મૂળ પક્ષ છોડીને વિજયની છાવણીમાં જાન્યુઆરીમાં જોડાયા છે તેઓ અન્ય સભ્યોને લલચાવતા હતા. પૂર્વ પ્રધાન અને અન્ય કેટલાક નેતાઓ પણ તૈયાર થઈ ગયા. વિજયની ટીવીકે પાર્ટીના એક સભ્ય આધવ અર્જુનનાં સાસુજી લીમા રોઝ માર્ટિન પણ વિધાનસભામાં ચૂંટાયાં છે એમણે કહ્યું કે વિજય સાથે વાતચીત શરૂ થઈ છે - આ પછી સત્તાવાર રદિયો અપાયો.

આ દરમિયાન ડાબેરી બંને પક્ષો મૂળ તો ડીએમકે સાથે રહ્યા છે પણ નવો ‘રાજકીય સંગમથવાના ભણકારા સંભળાયા તેથી ચોંકી ઊઠÎા અને કૉંગ્રેસ પક્ષની જેમ ડીએમકેનો ત્યાગ કરીને સીધા વિજયને મળ્યા અને ટેકો આપ્યો - ભાજપને બહાર રાખીને સેક્યુલરવાદ બચાવવાની દલીલ કરી. જોકે, બહાનું એવું અપાયું કે ‘સંગમના પ્લાન પાછળ ભાજપનું ભેજું હતું!

આ પ્રકરણમાં રાજ્યપાલની ટીકા થઈ, આક્ષેપ પણ થયા કે ભાજપની સલાહથી જાણી કરીને મંજૂરી આપવામાં વિલંબ કરે છે! અલબત્ત - અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના ચુકાદાનું એવું અર્થઘટન થતું હતું કે બહુમતીની પરીક્ષા માત્ર વિધાનસભામાં જ થઈ શકે, રાજ્યપાલના દરબારમાં નહીં. સમાધાન થાય નહીં તો આખરે મામલો સુપ્રીમ કોર્ટમાં જશે - અથવા વિધાનસભાનું વિસર્જન કરીને નવેસરથી ચૂંટણી થઈ શકે પણ ચૂંટણી થાય તો વિજયને ચોક્કસ સ્પષ્ટ બહુમતી મળે એવી ધારણા અને ભીતિ પણ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું નવેસરથી અર્થઘટન થયું તેમાં જણાવાયું કે રાજ્યપાલને બહુમતીની ખાતરી થાય તે પછી જ વિધાનસભામાં પુરવાર કરવાની મહેતલ મળે. હવે આ માર્ગે રાજકારણ આગળ વધશે એમ કહી શકાય.

રાજ્યપાલે વિજયને 10મી સુધી સમય આપ્યો હતો તેથી સમય સાથે નેતાઓ દોડવા લાગ્યા. તામિલનાડુના રાજકારણમાં સિનેમા અને અભિનેતાઓની બોલબાલા તથા સંપૂર્ણ પ્રભાવ છે પણ સિનેમા છોડીને આ તો તમાશો થયો. હવે બહુમતી પુરવાર થાય તો પણ વિજય માટે સરકાર ટકાવવી આસાન નહીં હોય. બંને ડીએમકે પક્ષો માટે ગરાસ લૂંટાઈ ગયો છે! અને ડીએમકેના સાથીપક્ષો કૉંગ્રેસ અને ડાબેરીઓએ પચાસ વર્ષની મૈત્રી પછી સંબંધ તોડÎા છે! હવે કૉંગ્રેસના ઇન્ડિ મોરચામાં ‘િવજયજોડાશે? જોડાય કે નહીં - લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ વિજયના ખભા ઉપર સવારી કરી શકશે.