• શનિવાર, 02 માર્ચ, 2024

પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થયા છતાં પાણી ન મળતા ભારે હાલાકી

મુંબઈ, તા. 4 : મુંબઈ સુધરાઈ સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક પ્રોસેસિંગ ઝોન (સીપ્ઝ) નજીક વેરાવલી જળાશયમાંથી આવતા 1800 મિલિમીટરની પાઇપલાઇનમાં મેટ્રોની કામગીરી દરમિયાન પડેલા ભંગાણનું સમારકામ કરવામાં સફળ થઈ છે. સમારકામની આ કામગીરી અંદાજે 50 કલાક જેટલી ચાલી હતી. પાણીની પાઇપમાં થયેલા ભંગાણને કારણે શનિવાર તથા રવિવારના રોજ અંધેરી અને ઘાટકોપર સહિત પશ્ચિમ અને પૂર્વના પરાનાં કેટલાક વિસ્તારોમાં પાણીપુરવઠો ખોરવાયો હતો. પાઇપલાઇનનું સમારકામ થયા છતાં પણ પાણીપુરવઠો શરૂ ન થતા લોકોમાં ભારે નારાજગી પ્રવર્તતી હતી.  

સુધરાઈ દ્વારા શુક્રવારે રાત્રે અચાનક જાહેર કરવામાં આવેલા પાણીકાપને કારણે લાખો મુંબઈગરાઓ હેરાન-પરેશાન થયા હતા. મેટ્રોના કામને કારણે વર્ષમાં ત્રીજી વખત પાણીપુરવઠાને અસર થઈ હતી. લોકોએ મેટ્રોના કૉન્ટ્રાક્ટરો સામે ક્યા-કયા પગલા લીધા હોવાની જાણકારી પણ માગી હતી. સુધરાઈ દ્વારા આજે બપોરે પાણીના પાઇપની સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. તેમજ તબક્કાવાર પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે, એવું જણાવ્યુ હતું. સુધરાઈએ અગાઉ માત્ર 24 કલાકમાં જ પાણીપુરવઠો ચાલુ કરવામાં આવશે, એવી જાહેરાત કરી હતી. પણ પાઇપ મરામ્મતના કામને પૂર્ણ કરવામાં 50 કલાકનો સમય લાગ્યો હતો. સુધરાઈ દ્વારા પાણીની લાઇનની મરામ્મતનું કામ પૂર્ણ થયાની જાહેરાત તો કરી હતી, પરંતુ તેમ છતાં વિશેષ રીતે જોગેશ્વરી, અંધેરી અને વિલે પાર્લે જેવા ઘણાં વિસ્તારોમાં સાંજે પણ પાણીપુરવઠો ચાલુ ન કરવામાં આવતા લોકો નારાજ હતી. તેમજ પાણીપુરવઠો ક્યારે શરૂ કરવામાં આવશે એની વિગતો જાહેર કરવા માટે સુધરાઈને જણાવતા હતા. સુધરાઈના અધિકારીના જણાવ્યા પ્રમાણે જે સ્થળે ભંગાણ પડયું હતું ત્યાં સમારકામ કરવું અઘરું હતું.

Budget 2024 LIVE
હેડલાઇન્સ