• ગુરુવાર, 09 મે, 2024

વર્લ્ડ કપ ક્વૉલિફાઇમાં ઓમાને આયરલૅન્ડને હાર આપી  

અન્ય મૅચમાં યુએઇ સામે શ્રીલંકાનો 175 રને વિજય

હરારે, તા.20: વન ડે વર્લ્ડ કપ ક્વોલીફાઇ ટૂર્નામેન્ટમાં ઓમાને ઉલટફેર કરીને આયરલેન્ડ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. આયરલેન્ડની ટીમ ભૂતકાળમાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ જેવી મોટી ટીમને હાર આપી ચૂકી છે. ગઇકાલે રમાયેલા આ મેચમાં જોર્જ ડોકરેલના અણનમ 91 અને હેરી ટેકટરના 52 રનની મદદથી આયરલેન્ડે 50 ઓવરમાં 7 વિકેટે 281 રનનો મજબૂત સ્કોર કર્યો હતો. જવાબમાં ઓમાનની ટીમે 48.1 ઓવરમાં 5 વિકેટે વિજય લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓમાન તરફથી કશ્યપ પ્રજાપતિ અને અકિબ ઇલ્યાસ વચ્ચે પહેલી વિકેટમાં 92 રનની ભાગીદારી થઇ હતી. પ્રજાપતિએ 72 અને અકિબ ઇસ્લાસે 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટીમના કેપ્ટન જિશાન મસૂદે 59 રન બનાવ્યા હતા. મોહમ્મદ નદીમ 46 રને અણનમ રહ્યો હતો.

અન્ય એક મેચમાં શ્રીલંકાએ યુએઇને 175 રન હાર આપીને પોઇન્ટ ટેબલ ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. શ્રીલંકાના 6 વિકેટે 355 રનના જવાબમાં યુએઇ ટીમ 180 રન કરી શકી હતી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 78, સદીરા સમરવિક્રમાએ 73, પથૂમ નિસંકાએ 57 અને દિમૂથ કરુણારત્નેએ 52 રનની ઇનિંગ રમી હતી. જયારે શ્રીલંકા તરફથી સ્પિનર હસારંગાએ 8 ઓવરમાં 24 રનમાં 6 વિકેટ ઝડપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ