• શનિવાર, 27 એપ્રિલ, 2024

ફેબ્રુઆરીના અંતે રાજકોષીય ખાધ વાર્ષિક અંદાજના 86.5 ટકા થઈ   

નવી દિલ્હી, તા. 28 (પીટીઆઈ) : ફેબ્રુઆરી માસના અંત સુધીમાં સરકારની રાજકોષીય ખાધ સુધારિત વાર્ષિક લક્ષ્યના 86.5 ટકા થઈ રૂા. 15 લાખ કરોડના સ્તરે પહોંચી હોવાનું આજે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

ગયા વર્ષે સમાનગાળામાં ખર્ચ અને આવક વચ્ચેના તફાવત તરીકે ઓળખાતી રાજકોષીય ખાધ વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટના સુધારિત અંદાજ અનુસાર 82.8 ટકા થઈ આજે જાહેર થયેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. 

નાણાવર્ષ 2023-24 માટે સરકારની રાજકોષીય ખાધ જીડીપીના 5.8 ટકા અથવા રૂા. 17.35 લાખ કરોડ થવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. સરકારની કુલ મહેસૂલી આવક રૂા. 22.45 લાખ કરોડ થઈ હોવાનું કન્ટ્રોલર જનરલ અૉફ એકાઉન્ટ્સ (સીજીએ) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂા. 37.47 લાખ કરોડનો ખર્ચ થયો હતો, જે નાણાવર્ષ સુધારિત અંદાજના 83.4 ટકા થાય છે.