• રવિવાર, 28 એપ્રિલ, 2024

ફેડરલ રિઝર્વની હૂંફે સોનું નવા વિક્રમી સ્તરે 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.28 : અમેરિકાની ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરની વ્યાજ કાપ અંગેની ટિપ્પણી અને અમેરિકાના આર્થિક આંકડાઓની રાહે સોનાના ભાવ દિવસ દરમિયાન અથડાયા પછી સાંજે વધ્યા હતા. ન્યૂયોર્ક સોનું 2195 ડોલરના સ્તરથી વધીને 2210 ડોલર પ્રતિ ઔંસ હતુ. સોનામાં ફરીથી 2200 ડોલરની સપાટી વટાવાઇ છે. બીજી તરફ ચાંદીના ભાવ મક્કમ રહેતા 24.59 ડોલર હતા. 

ફેડ દ્વારા રેટ કટ માટે અનેક વખત સંકેતો આપવામાં આવ્યા છે. જોકે ફેડ આર્થિક આંકડાઓને વધારે મહત્વ આપી રહી છે. વિષ્લેષકો કહે છેકે, ભૂરાજાકિય ચિંતા પણ વધી છે. યુક્રેનમાં ચિંતા છે રીતે મધ્યપૂર્વમાં પણ ચિંતા વ્યાપી છે એટલે બજારમાં તેજીનો માહોલ છે. જોકે બજાર અત્યારે રેન્જ બાઉન્ડ ઝોનમાં આવી ગઇ છે. ચાર્ટ પ્રમાણે 2225 ડોલરનું મથાળું મજબૂત પ્રતિકારક સ્તર રહેશે. વટાવાય પછી 2300 ડોલરસામે સોનું તૈયાર થશે. 2165 ડોલરના મથાળે સોનાને ટેકો મળશે. 

પાછલા સપ્તાહમાં સોનાના ભાવ રેકોર્ડબ્રેક 2220 ડોલરની ઉંચાઇએ પહોંચ્યા પછઈ ફુગાવા સૂચક કેટલાક આંકડાઓને લીધે સોનું ઘટ્યું હતુ ફરીથી વધવા લાગ્યું છે. અમેરિકામાં પર્સનલ કન્ઝમ્પ્શનના આંકડાઓ શુક્રવારે આવશે તે ફુગાવા અંગેનો સંકેત આપશે અને રેટ કટ માટે પણ વધુ સ્પષ્ટતા થશે. ફેડ જૂન મહિનામાં વ્યાજ કાપનો અમલ શરૂ કરે તેવી સંભાવના અત્યારે વધારે દેખાય છે. 

વિદેશી તેજી અને ડોલર સામે રૂપિયાની નરમાઇને પગલે સ્થાનિક બજારમાં ભાવ પ્રિગની માફક ઉછળીને નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. સોનાનો ભાવ રાજકોટમાં રૂ. 650ની તેજીમાં રૂ. 67600નો નવો ઇતિહાસ રચાયો હતો. મુંબઇમાં રૂ. 418ની તેજી સાથે રૂ. 67252નું ટોપ બન્યું હતુ. ચાંદીનો ભાવ રાજકોટમાં પ્રતિ કિલો રૂ. 73000ના સ્તરે હતો. જ્યારે મુંબઇમાં રૂ. 130 વધીને રૂ. 74127 હતો.