• સોમવાર, 29 એપ્રિલ, 2024

અમેરિકામાં ફુગાવો વધીને 2.8 ટકા થયો  

વૉશિંગ્ટન, તા. 29 (એજન્સીસ) : અમેરિકામાં ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષા મુજબ ફુગાવો વધીને 2.8 ટકા થયો છે. પરિણામે ફેડરલ રિઝર્વ ધિરાણ દર યથાવત રાખે તેવી શક્યતા વધુ છે અને તે પછી ધિરાણદરમાં તબક્કાવાર ઘટાડો કરવાનું વિચારશે. પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર્સ પ્રાઇસ ઇન્ડેક્સ (ખાદ્ય પદાર્થો અને ઈંધણને બાકાત રાખતાં) વાર્ષિક ધોરણે વધીને 2.8 ટકા થયો છે જે માસિક ધોરણે 0.3 ટકા વધ્યો હોવાનું અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.

ડાઉ જોન્સના અંદાજ મુજબ બંને આંકડા આવ્યા હોવાનું રોઇટરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ખાદ્યપદાર્થો અને ઈંધણના ખર્ચમાં તોફાની વધઘટનો સમાવેશ કર્યા બાદ પર્સનલ કન્ઝમ્પશન પ્રાઇસ ઇન્ડેક્સ માસિક ધોરણે 0.3 ટકા અને વાર્ષિક ધોરણે 2.5 ટકા વધ્યો હતો.