• શનિવાર, 02 ડિસેમ્બર, 2023

વરુણ ધવન અને જાહન્વી કપૂરની `બવાલ'નું પ્રીમિયર એફિલ ટાવરમાં  

વરુણ ધવન અને જાહન્વી કપૂર અભિનીત બવાલનું પ્રીમિયર પેરિસના એફિલ ટાવરમાં થશે. આ ફિલ્મ બાદમાં થિયેટરને બદલે સીધી પ્રાઈમ વીડિયો પર રજૂ થશે. પ્રેમના શહેર તરીકે જાણીતા પેરિસની પશ્ચાદ્ભુ સાથે સેલ ગુસ્તાવ એફિલમાં બવાલ જોવા મળશે. આ પ્રીમિયરમાં વરુણ, જાન્હવીની સાથે નિર્માતા સાજિદ નડિયાદવાલા અને દિગ્દર્શક નિતેશ તિવારી જશે. તેમની સાથે ફ્રાન્સના પ્રતિનિધિઓ હશે. 

ફિલ્મ બવાલમાં ઉત્કટ પ્રણય કથા છે. તેના કેટલાક દૃશ્યોનું શૂટિંગ પેરિસમાં કરવામાં આવ્યું છે અને આ શહેર પણ ફિલ્મના એક પાત્ર સમાન છે. બીજા વિશ્વયુદ્ધનો સંદર્ભ બવાલની વાર્તામાં છે. આથી જ ફિલ્મનું પ્રીમિયર પેરિસમાં રાખવા મેકર્સ તૈયાર થઈ ગયા હતા.    

નિતેશ તિવારીએ જણાવ્યું હતું કે, ભારતમાં અને યુરોપમાં પાંચ સ્થળે શૂટ કરવામાં આવેલી આ ફિલ્મમાં વરુણ અને જાહન્વીની કેમિસ્ટ્રી ખૂબ જ સુંદર જોવા મળશે. જુલાઈ મહિનામાં આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર રજૂ થશે.