• શનિવાર, 25 માર્ચ, 2023

યો યો હની સિંહના જીવન પરથી ડૉક્યુ ફિલ્મ 

હિપ-હૉપ આર્ટિસ્ટ અને રેપર તરીકે જાણીતા યો યો હની સિંહના જીવન પરથી ડૉક્યુ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. હંમેશા વિવાદોથી ઘેરાયેલો રહેતો હની સિંહ કારકિર્દીની ટોચ પર હતો ત્યારે અચાનક કયા ગુમ થઈ ગયો હતો તેની વાત પણ આમાં વણી લેવામાં આવશે. પોતાના જીવન પરની ડૉક્યુ ફિલ્મમાં હની સિંહના જીવનની જાણીતી અને અજાણી વાતો તથા ઉતાર-ચડાવ વિશે જાણવા મળશે. 

2003માં નવી દિલ્હીનો એક યુવાન પંજાબી રૅપ ગીતોના ક્ષેત્રે પ્રવેશે છે. 2021 સુધીમાં તો તે બ્રાઉન કલાકાર, દેશી કલાકાર, બ્લુ આયઝ જેવા હિટ ગીતો સાથે લોકપ્રિય થઈ ગયો હતો. તેણે દેશી હિપ હોપને યુવાનોમાં લોકપ્રિય કર્યું હતું. તેના ગીતો દરેક મ્યુઝિક પાર્ટી અને રેડિયો સ્ટેશન પર ટોચના ક્રમે વાગતા હતા. ડૉક્યુ સિરીઝમાં હની સિંહના પર્સનલ અને પ્રૉફેશનલ જીવનને આવરી લેવામાં આવશે. તેના પરિવારજનો અને મિત્રો પણ આમાં જોવા મળશે. 2023ના અંત સુધીમાં આ ડૉક્યુ ફિલ્મ રજૂ થશે.