• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કૉન્સ્ટેબલના કુટુંબને સુનેત્રા પવારની સાંત્વના

અજિત પવારનાં પત્નીએ કૉન્સ્ટેબલના ઘરે જઈ સંવેદના વ્યક્ત કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : દિવંગત અજિત પવાર સાથે વિમાન-દુર્ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં એમાં અજિત પવારના સુરક્ષા રક્ષક પોલીસ કૉન્સ્ટેબલ વિદીપ જાધવનો પણ સમાવેશ હતો. પતિના અવસાનના દુ:ખ વચ્ચે આજે સુનેત્રા પવારે પોલીસ કૉન્સ્ટેબલ વિદીપ જાધવના ફલટણ તાલુકાના તરડગાવમાં રહેતા પરિવારની મુલાકાત લીધી….