મુંબઈ, તા. 27 : નવી મુંબઈમાં ઉનાળાથી અમલમાં આવેલો દસ ટકા પાણીકાપ ગોકુલ અષ્ટમીથી રદ કરવામાં આવશે. મોરબે ડૅમમાં વર્તમાનમાં 93 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી તહેવારોમાં નાગરિકોને પાણીની અછત વર્તાય નહીં તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું પાલિકાએ જાહેર કર્યું છે. તેથી છેલ્લા કેટલાક મહિનાથી પાણીકપાત વેઠી રહેલા નાગરિકોને રાહત મળવાની છે. નવી મુંબઈ શહેરને પાણીપુરવઠો કરનારા મોરબે ડૅમમાં ઉપલબ્ધ પાણી મુજબ પાલિકા....