• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

તાતા મોટર્સનું માર્કેટકૅપ રૂા. બે લાખ કરોડ કરતાં વધી ગયું  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : તાતા મોટર્સનું માર્કેટકૅપ બુધવારે બે લાખ કરોડ રૂપિયાને ક્રોસ કરી ગયું હતું. તાતા મોટર્સનો ભાવ દિવસ દરમિયાન વધીને ઊંચામાં રૂા. 574.95ના લેવલે પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટકૅપ રૂા. 1,88,640 રહ્યું હતું. તાતા મોટર્સ ડીવીઆરનો ભાવ વધીને ઊંચામાં 298.35ના લેવલે પહોંચ્યો હતો. એનું માર્કેટકૅપ રૂા. 14,993.21 રહ્યું હતું. આમ તાતા મોટર્સ અને તાતા મોટર્સ ડીવીઆરનું કુલ માર્કેટકૅપ બે લાખ કરોડ રૂપિયા કરતાં વધી ગયું હતું.

તાતા મોટર્સના શૅરના ભાવમાં સતત છઠ્ઠા દિવસે વૃદ્ધિ જળવાઈ રહી હતી. શૅરનો ભાવ છ વર્ષના ઊંચા લેવલે પહોંચ્યો હતો. સપ્ટેમ્બર 2016 બાદ શૅરનો ભાવ હાઇએસ્ટ લેવલે પહોંચ્યો હતો. ફેબ્રુઆરી 2015માં ભાવ રૂા. 612.05ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. અગાઉ 17 નવેમ્બર 2021ના રોજ આ બે કંપનીઓનું કમ્બાઇન્ડ માર્કેટકૅપ રૂા. 1.90 લાખ કરોડના લેવલે પહોંચ્યું હતું. કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીમાં તાતા મોટર્સના શૅર અને તાતા મોટર્સ ડીવીઆરના ભાવમાં 48 ટકાનો વધારો થયો છે.