ગાઝામાં ઇઝરાયલના આક્રમણને બે વર્ષનો સમય થવા આવ્યો છે. હમાસની સામે જંગે ચડેલી ઇઝરાયલી સેનાએ ગાઝાને રીતસર પાદર કરી નાખ્યું છે. ગાઝામાં શાંતિ સ્થપાય તે માટે ચાલતા શાંતિ પ્રયાસો વારંવાર ખોરવાતા રહ્યા છે, પણ આવા તાજા પ્રયાસો દરમ્યાન ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસની બેઠક પર હવાઈ હુમલા કરતા હવે શાંતિની આશા હાલતુરંત નામશેષ બની ગઈ છે. સાથોસાથ મધ્ય-પૂર્વના શક્તિશાળી આરબ દેશોમાં ઇઝરાયલની સામે મૌન રહેલા અમેરિકાની સામે સખત નારાજગી ઊભી થઈ છે.
ગાઝામાં સંઘર્ષ વિરામ માટે અમેરિકાએ આપેલી દરખાસ્ત પર હમાસની નેતાગીરી દોહામાં ચર્ચા કરી રહી હતી, ત્યારે ઇઝરાયલે કરેલા હુમલાની ચોતરફ ટીકા થઈ રહી છે. ખાસ તો એક ત્રીજા દેશની સાથે કરાયેલા હુમલાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ ઇઝરાયલમાં આતંકી હુમલો થતાં રોષે ભરાયેલા વડા પ્રધાન નેતન્યાહુએ વળતી કાર્યવાહીમાં હમાસના નેતાઓ પર આ હુમલો કરવાનો આદેશ આપ્યો હતો, પણ કતાર અને ઇઝરાયલ અમેરિકાની સાથે ગાઢ સંબંધ ધરાવે છે તેવા સમયે આ હુમલો શાંતિ પ્રક્રિયાની સાથોસાથ ચૂક છે.
સ્વાભાવિક છે
કે, કતારે આ હુમલાની આકરી ટીકા કરી છે. ઇઝરાયલના નિશાન પર હમાસના નેતા હતા, તો પણ કતારની
ધરતી પર તેણે હુમલો કરીને આ દેશની સાર્વભૌમતા પર સીધું આક્રમણ કર્યું છે.
અત્યાર સુધી હમાસ અને ઇઝરાયલ વચ્ચે સમજૂતી થાય તે માટે કતારની સક્રિય ભૂમિકા રહી છે. હવે આ હુમલા બાદ તેનું કેવું વલણ અને રસ રહેશે તેના પર દુનિયાની નજર છે. આવા કોઈ પણ પ્રયાસમાં ભરોસો ચાવીરૂપ બની રહેતો હોય છે.
એક તરફ, ઇઝરાયલમાં
હમાસના બાનમાં રહેલા તેમના સાથીઓની મુક્તિમાં વિલંબનો રોષ સતત વધી રહ્યો છે, તો ગાઝામાં
લોકોનાં જીવન સામે રોજબરોજના હુમલાથી વધી રહેલા જોખમની ચિંતા આખી દુનિયાને છે. હવે
ઇઝરાયલે તેની આક્રમકતા વધારી છે. તેણે ગાઝા ખાલી કરાવવા અને પેલેસ્ટાઈની રાષ્ટ્રનું
અસ્તિત્વ નાબૂદ કરવાની ચેતવણી આપી દીધી છે. તે આ ચેતવણીને સાચી ઠેરવવા આક્રમણને વધુ
તીવ્ર બનાવી રહ્યંy છે. પશ્ચિમી દેશો હવે ઇઝરાયલના વગર વિચારના હુમલાની ટીકા કરવા લાગ્યા
છે.
નેતન્યાહુને સંયમ
જાળવવાની કડક સૂચના આપવા સાથે શાંતિ પ્રક્રિયાને પાટે ચડાવવા નવેસરથી પ્રયાસ હાથ ધરાવવા
પર પણ અમેરિકા ધ્યાન આપે.