અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 7 : વડનગર
ખાતે `વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો. વડા પ્રધાન
નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત `સેવા સંકલ્પ
અભિયાન' અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં 10 રાજ્યોમાં ભ્રમણ કરીને આવેલા 500 બાઇકર્સ
અને સેવા યાત્રીઓનું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું.....