લોકઅદાલતનો ચુકાદો આવી ગયા પછી રાજકીય નેતાઓ `ન્યાય' માગવા અને ચુકાદો રદ કરાવવા માટે સર્વોચ્ચ અદાલતમાં ઊભા રહેતા નેતાઓને સુપ્રીમ કોર્ટે લપડાક મારી છે. ચૂંટણી જીતવા માટે `વ્યૂહબાજ ચાણક્ય'નું બિરુદ મેળવ્યા પછી પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નસીબ અજમાવ્યું. જનસૂરાજ પાર્ટી બનાવી અને 243માંથી 242 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા. પરિણામમાં નસીબ ફૂટયું. હવે પરિણામ રદ કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે નીતિશકુમારે ચૂંટણીની પૂર્વસંધ્યાએ મહિલા રોજગાર યોજના જાહેર કરી અને પરિવારની એક મહિલાદીઠ માસિક રૂા. દસ હજાર મળવા લાગ્યા. આક્ષેપ એવો છે કે લગભગ દોઢ કરોડથી વધુ મહિલાઓને લાભ મળ્યો અને નીતિશકુમારને વોટ મળ્યા!
ચીફ જસ્ટિસ સૂર્યકાંત
અને જસ્ટિસ બાગચીની બેન્ચે ટકોર કરી કે ન્યાયતંત્રના માધ્યમથી લોકપ્રિયતા મેળવવાનો
આ પ્રયાસ છે. જનસૂરાજ પક્ષના અરજદારને અરજી પાછી ખેંચી લેવાની છૂટ આપી જેથી તેઓ પટના
હાઈ કોર્ટમાં અરજી કરી શકે. જનસૂરાજ પાર્ટી વતી થયેલી અરજીમાં જણાવાયું હતું કે મુખ્ય
મંત્રી મહિલા રોજગાર યોજનાના અમલથી ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થાય છે, અમલ ગેરકાયદે
છે. ખાધપૂરક રાજ્યના અંદાજપત્રમાં આ યોજના માટે રૂા. 15,600 કરોડ કેવી રીતે ફાળવાય?
ચીફ જસ્ટિસે કહ્યું, અમે રાજ્ય સરકારને આ રીતે નોટિસ આપી નહીં શકીએ. આમ તો દરેક ચૂંટણી રદ કરવાની અરજીઓ આવશે. આક્ષેપ સાચા હોય તો, પુરવાર થાય તો ભ્રષ્ટાચાર ગણાય. અરજી હાઈ કોર્ટમાં કરો. સુપ્રીમ કોર્ટે અરજદારને ટકોર કરી કે તમને કેટલી બેઠકો મળી? હવે ફરિયાદ કરવા આવ્યા છો? સત્તા મળે તો તમે પણ આવું જ કરો-કહીને અરજી ફગાવી દીધી તે યોગ્ય કર્યું છે.
ચીફ જસ્ટિસે કહ્યું,
અમે રાજ્ય સરકારને આ રીતે નોટિસ આપી નહીં શકીએ. આમ તો દરેક ચૂંટણી રદ કરવાની અરજીઓ
આવશે. આક્ષેપ સાચા હોય તો, પુરવાર થાય તો ભ્રષ્ટાચાર ગણાય