• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

આજથી સંસદમાં કાર્યવાહી શરૂ થશે?

રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ વિપક્ષી સભ્યોએ લોકસભામાં ધાંધલ-ધમાલ અને બહિષ્કાર કર્યા પછી હવે ઘણા સભ્યો  કાર્યવાહીમાં સામેલ થવા માગે છે. આ બાબતે નિર્ણય લેવા આજે સવારે વિપક્ષી નેતાઓની બેઠક મળનાર છે. કૉંગ્રેસનું વલણ ત્યારે જાણવા મળશે.

લોકસભાની બજેટ બેઠકમાં ધમાલના કારણે હજુ સુધી બજેટની ચર્ચા પણ પૂરી થઈ નથી. રાષ્ટ્રપતિજીના મંગળ પ્રવચન બદલ આભાર માનની દરખાસ્ત ઉપર ચર્ચા થાય ત્યારે સભ્યો પોતાના વિસ્તાર-ક્ષેત્રની સમસ્યાઓની રજૂઆત કરી શકે છે. ચર્ચાના વિષયની મર્યાદા હોતી નથી પણ રાહુલ ગાંધીએ સેનાના પૂર્વ વડાના અપ્રકાશિત પુસ્તકમાંથી કેટલીક માહિતી ટાંકવાનો આગ્રહ રાખ્યો અને સ્પીકરે મંજૂરી નહીં આપતાં ધમાલ શરૂ થઈ હતી. સ્પીકરે કેટલાક સભ્યોને સસ્પેન્ડ પણ કર્યા. આ દરમિયાન કૅંગ્રેસના કેટલાંક મહિલા સભ્યોએ વડા પ્રધાનની બેઠક સુધી ધસી જવાનો પ્લાન કર્યો હોવાની માહિતી - અથવા અણસાર આવી ગયો હોવાથી સ્પીકરે વડા પ્રધાન ગૃહમાં આવે નહીં એવું સૂચન કર્યું હતું. આ બધી ધમાલના કારણે ગૃહમાં કાર્યવાહીના ઓગણીસ કલાકો વેડફાઈ ગયા.

હવે ઘણા સભ્યોની લાગણી અને માગણી એવી છે કે કાર્યવાહીમાં ભાગ લેવો જોઈએ. સૌને પોતાના ક્ષેત્રના પ્રશ્નો રજૂ કરવાની તક ગુમાવવી પરવડે નહીં. સ્પીકરને મળીને સભ્યોના સસ્પેન્શન રદ કરવાની વિનંતી થશે. વિપક્ષી સભ્યો કાર્યવાહીમાં સહકાર આપતા હોય તો સ્પીકર સસ્પેન્શન પાછું ખેંચવા તૈયાર હશે એમ જણાય છે.

કૉંગ્રેસને સંબંધ છે ત્યાં સુધી સભાત્યાગ અને બહિષ્કારથી પબ્લિસિટી મળી પણ વડા પ્રધાને રાજ્યસભામાં વિપક્ષ અને રાહુલ ગાંધી ઉપર જે આકરા પ્રહાર કર્યા છે તેનો `જવાબ' આપવાની તક ગુમાવી છે. હવે કાર્યવાહી શરૂ થાય તો પણ અપ્રકાશિત પુસ્તકની માહિતી ટાંકવાની પરવાનગી મળશે? રાહુલ ગાંધી પુસ્તકની માહિતીનો સંદર્ભ બદલીને એવો પ્રચાર કરે છે કે વડા પ્રધાને લશ્કરી પગલાંની જવાબદારી લીધી નહીં - અને સેનાના વડા જનરલ નરવણેને કહ્યું - યોગ્ય લાગે તે નિર્ણય કરો. આમાં કાંઈ જ ખોટું નથી, પણ રાહુલ ગાંધી કુપ્રચાર કરી રહ્યા છે. સંસદની કાર્યવાહીના રેકૉર્ડ ઉપર મૂકવા માગે છે તેથી સ્પીકરે મંજૂરી આપી નથી.

સૌને પોતાના ક્ષેત્રના પ્રશ્નો રજૂ કરવાની તક ગુમાવવી પરવડે નહીં. સ્પીકરને મળીને સભ્યોના સસ્પેન્શન 

રદ કરવાની વિનંતી થશે. વિપક્ષી સભ્યો કાર્યવાહીમાં સહકાર આપતા હોય તો સ્પીકર સસ્પેન્શન પાછું ખેંચવા તૈયાર હશે એમ જણાય છે

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ