• મંગળવાર, 07 મે, 2024

પાંચ ઈનિંગમાં 26 રન : રજત પાટીદારના ફોર્મ ઉપર સવાલ  

ધર્મશાળા ટેસ્ટમાં રજત પાટીદારના રમવા ઉપર શંકા

નવી દિલ્હી, તા. 25 : રજત પાટીદારને ઈંગ્લેન્ડ સામે વર્તમાન શ્રેણીમાં વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. તેની પાસે ઘણી આશા રાખવામાં આવી હતી અને ટીમ મેનેજમેન્ટને રજત પાટીદાર ઉપર ભરોસો હતો. તેવામાં કોહલીની પસંદગીના ક્રમ નંબર 4 ઉપ્ર પાટીદારને રમવાની તક મળી હતી. અત્યારસુધીમાં તેણે પાંચ ઈનિંગ રમી છે. જો કે પ્રદર્શન પ્રતિભા અનુસાર રહ્યું નથી. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે રજત પાટીદારને ધર્મશાળા ટેસ્ટમાં સમાવવામાં આવશે કે નહીં. 

પાટીદારે અત્યારસુધીમાં પાંચ મેચમાં માત્ર 63 રન કર્યા હતા. દરમિયાન તેની એવરેજ 12.6ની રહી છે. પાટીદારનું પ્રદર્શન તેના ઘરેલું ક્રિકેટના પ્રદર્શનની આસપાસ પણ નથી. પાટીદારે 57 ફર્સ્ટ ક્લાસ મેચની 97 ઈનિંગમાં 44.46ની એવરેજથી 4046 રન કર્યા છે. તેવામાં પાટીદારનું વર્તમાન ફોર્મ ચિંતાજનક છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે રાંચી ટેસ્ટ શરૂ થયા પહેલા રજત પાટીદારનું સમર્થન કર્યું હતું. વિક્રમ રાઠોડે કહ્યું હતું કે તે સતત રજત સાથે વાતચીત કરી રહ્યા છે. સાથે ભાર મુકીને કહ્યું હતું કે કોઈ ખેલાડી બે મેચમાં ખરાબ પ્રદર્શનના કારણે નીચો થઈ જતો નથી. આવી સ્થિતિ કોઈની પણ સાથે બની શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ