હવે મૃતદેહોની ઓળખ વિના જ અંતિમક્રિયાનો નિર્ણય : ભોટેકોશીનું જળસ્તર વધ્યું, નવા પૂરનો ખતરો
નવી દિલ્હી, તા. 30 : નેપાળમાં જળપ્રલયે તબાહી મચાવ્યાને પાંચ દિવસ થઈ ગયા છે પણ હજી પણ વેદના અને પીડાની તસવીરો બહાર આવવાનું અટકી રહી નથી. મલબો અને કાટમાળ જાણે મૃતદેહો ઓકી રહ્યાં હોય તેવી હાલત છે. મૃત્યુઆંક વધીને 734 થઈ ગયો છે અને 3000 લોકો હજી પણ લાપતા છે. નેપાળના અલગ-અલગ જળવિદ્યુત