• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

કૌશલ ઓઝાની `િલટલ થૉમસ'માં ગુલશન દેવૈયા

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર કૌશલ ઓઝાની આગામી ફિલ્મ લિટલ થૉમસમાં અભિનેતા ગુલશન દેવૈયા મંત્રમુગ્ધ કરશે. હૃદયસ્પર્શી વાર્તા ધરાવતી આ ફિલ્મમાં ગુલશનની સાથે રસિકા દુગ્ગલ છે. ફિલ્મમાં ગોવામાં રહેતા એક પરિવારનું આકર્ષક અને સરળ જીવન જોવા મળશે. ફિલ્મનું નિર્માણ અનુરાગ કશ્યપની ગુડ બેડ ફિલ્મ્સે કર્યું છે. મુંબઈ અને ગોવાના સુંદર સ્થળોએ શૂટ થયેલી આ ફિલ્મમાં પારિવારિક સંબંધોની જટિલતા છે.  

ગુલશને જણાવ્યું હતું કે, લિટલ થૉમસમાં ડ્રામા અને કૉમેડીનો સુંદર સમન્વય છે. સામાન્ય પરિવારની અત્યંત લાગણીશીલ વાર્તા  છે. કૌશલ અને રસિકા બંને પ્રતિભાશાળી છે અને તેમની સાથે કામ કરતાં ઘણું શીખવા મળ્યું. મારા મતે લિટલ થૉમસ ખરેખર એક નાનકડું રત્ન છે.