• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

સ્ટેશનો ઉપર બૅગની ચકાસણીને નામે વેપારીઓની હેરાનગતિ બંધ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : કોઈપણ વેપારીની બૅગ નક્કર કારણ વિના રેલવે સ્ટેશન ઉપર તપાસવામાં નહીં આવે. જો કોઈ વેપારીને આ પ્રકારની સમસ્યા હોય તો તે વ્યક્તિગત રીતે મારો સંપર્ક સાધી શકે છે, એમ ગવર્નમેન્ટ રેલવે પોલીસના મુંબઈના કમિશનર એમ. રાકેશ કલાસાગરે કહ્યું છે. આ અંગે રાકેશ કલાસાગરે જણાવ્યું હતું કે અમે રેલવે પાસે સ્કૅનરની માગણી કરી છે. તેથી બૅગને ખોલ્યા વિના....