• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

મેં શિવસેના છોડવાનું સાહસ કર્યું ન હોત તો મહારાષ્ટ્ર 20 વર્ષ પાછળ હોત : શિંદે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મેં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનો ત્યાગ કર્યો ન હોત તો મહાવિકાસ આઘાડીની સરકાર પડી ન હોત. વધુમાં તેના કારણે મહારાષ્ટ્ર 15થી 20 વર્ષ પાછળ ગયું હોત, એમ શિવસેનાના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું છે. અમરાવતીમાં શિવસેનાના શિક્ષક મતદાર સંઘના ઉમેદવાર કિરણ સરનાઈકના.....