જીવલેણ બીમારી અને આર્થિક મુશ્કેલીથી ઝેર ખાઈ જીવન ટૂંકાવ્યા : બંધ ફ્લૅટમાંથી મળ્યા મૃતદેહ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : વિરાર (પશ્ચિમ)માં આવેલા ગ્લોબલ સિટીની ગાર્ડન એવેન્યૂ બિલ્ડિંગની ડી વિંગના 1203 નંબરના ફ્લૅટમાંથી બુધવારે મોડી રાત્રે સગા બે ભાઈ અને એક બહેનના મૃતદેહ કોહવાઈ ગયેલીની હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ચાર-પાંચ દિવસથી બંધ ફ્લૅટમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતાં પાડોસીઓએ....