• શનિવાર, 25 માર્ચ, 2023

વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે કોંકણની બેઠક જીતી : નાગપુરમાં હારી  

મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર વિધાન પરિષદની કોંકણ ડિવિઝનમાંની શિક્ષક નિર્વાચિત ક્ષેત્રમાંથી ભારતીય જનતા પક્ષનો ઉમેદવાર જ્ઞાનેશ્વર મ્હાત્રે એમવીએના ઉમેદવાર બલરામ પાટીલને હરાવીને જીતી ગયો છે. જ્યારે મહાવિકાસ આઘાડીના ઉમેદવારે હારનો સ્વાદ ચાખવો પડયો હતો. અધિકારી અનુસાર એમવીએ દ્વારા સમર્થિત પ્રતિદ્વંધી સુધાકર અડબલેએ તેની વિરુદ્ધ ચૂંટણી મેદાને ઊભેલા ઉમેદવાર નાગોરાવ ગનારને નાગપુર શિક્ષક નિર્વાચન ક્ષેત્ર જીત્યું હતું. નાગપુર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો ગૃહ જિલ્લો છે. ત્રણ અન્ય બેઠકો  ઔરંગાબાદ, અમરાવતી અને નાસિક ડિવીઝનની મત ગણતરી બાકી છે. પાંચ બેઠકો માટેની ચૂંટણીના મતદાન 30મી જાન્યુઆરીએ થયા હતા અને મતગણતરી ગુરુવારે સવારે થઈ હતી. 

નવી મુંબઈમાં મત ગણતરી બાદ કોંકણ ડિવિઝનના રિટેર્નિંગ અૉફિસરે જણાવ્યું હતું કે મ્હાત્રેને 20,683 મત મળ્યા હતા જ્યારે પાટીલને 10,997 મત મળ્યા હતા. જોકે, મેદાનમાં આઠ ઉમેદવારો હતા, પરંતુ મુખ્ય મુકાબલો મ્હાત્રે અને પાટીલ વચ્ચે હતો. કોંકણ શિક્ષણ નિર્વાચિત ક્ષેત્રમાં થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લો સામેલ છે. અહીં સૌથી વધુ 91.02 ટકા મતદાન થયું હતું. ઔરંગાબાદમાં એનસીપીના ઉમેદવાર વિક્રમ કાલે આગળ ચાલી રહ્યા હતા.