વિશ્વભરમાં આર્થિક મદદ મેળવવા સતત હવાતિયાં મારતાં રહેલા પાકિસ્તાને તેનાં સંરક્ષણ બજેટમાં 20 ટકાનો જંગી વધારો કરીને પોતાનો અસલી આક્રમક ચહેરો વધુ એક વખત છતો કર્યો છે. 269 અબજ ડૉલરનું દેવું ધરાવતા હોવા છતાં પાકિસ્તાને તેના બજેટનો 14.પ ટકા હિસ્સો સંરક્ષણને ફાળવી દેતાં નાગરિકોની હાલત વધુ કફોડી બનશે એવી પૂરી શક્યતા છે. હાલત એવી છે કે, પાકિસ્તાન સરકારે તેના બજેટમાં સંરક્ષણ ખર્ચને વધારીને લશ્કરના પ્રભુત્વનો જાહેર સ્વીકાર કર્યે છે. તેના આ પગલાંથી દેશમાં વિકાસ અને લોકકલ્યાણનાં કામો માટે ભાગ્યે જ કોઈ આર્થિક ભંડોળ બચશે એ સ્પષ્ટ છે.
ઉલ્લેખનીય છે
કે, વૈશ્વિક લોન અને સખાવતની મદદથી દેવાળિયા થતાં બચી રહેલા પાકિસ્તાનનું કુલ્લ બજેટ
63 અબજ ડૉલરનું છે, તેમાંથી તેણે અડધોઅડધ હિસ્સો લોનના હપ્તા ભરવામાં ફાળવવો પડે છે. હવે જે રકમ બચે છે તેમાંથી લગભગ ત્રીજા ભાગની
9.17 અબજ ડૉલરની રકમ સંરક્ષણ ખર્ચમાં જતી રહેશે. આમ સરવાળે તેને વધુ લોન લેવાની ફરજ
પડશે અને તે આ દુષ્ચક્રમાંથી નીકળી શકશે નહીં. ખાસ તો પાકિસ્તાને ચીનને દેવાં પેટે
1પ અબજ ડૉલર ચૂકવવાના થશે. આ માટે તે વારંવાર મુદત લે છે, પણ ચીનની મથરાવટી જોતાં પાકિસ્તાનની
તકલીફો વધતી રહેવાની છે. વળી, પાકિસ્તાન તેના લશ્કરી સરંજામનો 80 ટકા હિસ્સો ચીન પાસેથી
ખરીદે છે. આમ તેનાં સંરક્ષણ બજેટનો મોટો હિસ્સો ચીનની તિજોરીમાં જતો રહેશે.
હાલે પાકિસ્તાનની
આર્થિક હાલત એકદમ બદતર છે. તેને શત્રોથી વધુ પોતાના નાગરિકો માટે અન્ન અને રોજગારની
સાથોસાથ દેશમાં રોકાણની તાતી જરૂરત છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે પાકિસ્તાનને આર્થિક
મદદના નવા પૅકેજને બહાલી આપી દીધી છે. આ માટે જોકે તેને નાણાભંડોળની કડક શરતોના અમલનો
આગ્રહ રાખ્યો છે. આમાં વીજળીના દર અને વેરા વધારવાની શરતનો સમાવેશ થાય છે. આમ થાય તો
પાકિસ્તાનની જનતા માટેની કઠણાઈ વધી શકે તેમ છે.