બારબાડોસ, તા.7: પાકિસ્તાન વિરુદ્ધની ત્રણ મેચની વન ડે શ્રેણીની વેસ્ટ ઇન્ડિઝ ટીમ જાહેર થઇ છે. 15 ખેલાડીની ટીમનું સુકાન અનુભવી બેટર શાઇ હોપ સંભાળશે. ઝડપી બોલર રોમારિયો શેફર્ડની વાપસી થઇ છે. જયારે અનુભવી ઝડપી બોલર અલ્જારી જોસેફને વર્કલોડને ધ્યાને રાખીને વિશ્રામ અપાયો.....