સેન્સેક્ષમાં 2073 પૉઈન્ટનો ઉછાળો : ટેરિફ ફાયદાવાળા ઘણા શૅરમાં 20 ટકાની ઉપલી સર્કિટ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : અમેરિકાએ ભારતમાંથી થતી આયાતો પર ટેરિફ ઘટાડી 18 ટકા કરવાની
જાહેરાતે શૅરબજારને તેજીના હિલોળે ચઢાવી દીધું હતું. મંગળવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો
બીએસઇ સેન્સેક્ષ અને એનએસઇ નિફ્ટીએ 12મી મે, 2025 બાદનો સૌથી મોટો એક દિવસનો વધારો
નોંધાવ્યો હતો. અૉલરાઉન્ડ ખરીદીના જોરે સેન્સેક્ષ 2073….