વૈકલ્પિક રસ્તાઓ અપૂરતા સાબિત થઈ રહ્યા છે વધુમાં મેટ્રોનાં કામોએ હાલત બગાડી છે
મુંબઈ, તા. 3 : દક્ષિણ મુંબઈને ઉપનગરો સાથે જોડનારા સાયન, એલ્ફિન્સ્ટન અને બેલાસિસ
આ ત્રણ મહત્ત્વના પુલો એકસાથે ખરાબ થતા મુંબઈગરાઓ બે વર્ષથી ટ્રાફિકજામના શિકાર બન્યા
છે. મુંબઈની પ્રગતિ માટે માળખાગત સુવિધાઓ જરૂરી છે તો પણ જૂના પુલોને ધરાશાયી કરવાના
કારણે સામાન્ય લોકોના હાલ બેહાલ થયા છે. શહેરના પૂર્વ-પશ્ચિમ ટ્રાફિકના મહત્ત્વના પુલો
એકસાથે એક જ સમયે બંધ થતા મુંબઈની ઝડપમાં ઘટાડો થયો છે.