• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

સિરાજ આઇસીસી વન ડે ક્રમાંકની ટોચે

સ્થાનનો કૂદકો લગાવીને નંબર વન બોલર બન્યો

નવી દિલ્હી, તા.20 : એશિયા કપના ફાઇનલમાં 6 વિકેટ ઝડપીને શ્રીલંકાનો 50 રનમાં કડૂસલો કરનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ આઇસીસી વન ડે ક્રમાંકમાં નંબર વન બોલર બની ગયો છે. તે 694 પોઇન્ટ સાથે આઠ સ્થાનનો કૂદકો લગાવીને નવમાથી સીધો પહેલા સ્થાન પર આવી ગયો છે. આથી ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવૂડ બીજા ક્રમે ખસી ગયો છે. તેના 678 પોઇન્ટ છે જ્યારે ન્યુઝિલેન્ડનો ટ્રેંટ બોલ્ટ ત્રીજાં સ્થાને છે. 

ભારતના ચાઇનામેન બોલર કુલદીપ યાદવે એશિયા કપમાં શાનદાર દેખાવ કરીને કુલ 9 વિકેટ લીધી હતી. આમ છતાં તેને વન ડે ક્રમાંકમાં નુકસાન થયું છે. તે છઠ્ઠા ક્રમ પરથી નવમા ક્રમ પર આવી ગયો છે.  અફઘાનિસ્તાનનો સ્પિનર મુજબ ઉર રહેમાન ચોથા અને રાશિદ ખાન પાંચમા ક્રમ પર છે. બેટિંગ ક્રમાંકમાં ટોચના ત્રણ બેટધરમાં કોઈ ફેરફાર થયો નથી પાક. કપ્તાન બાબર આઝમ પહેલા, ભારતનો યુવા ઓપનર શુભમન ગિલ બીજા અને . આફ્રિકાનો મીડલઓર્ડર બેટર રાસી વાન ડૂસેન ત્રીજાં સ્થાને છે. જો કે શુભમન ગિલ એશિયા કપમાં શાનદાર દેખાવ કરીને ટોચના બેટધર બાબર આઝમથી હવે 43 રેટિંગ પાછળ છે. પહેલા બન્ને વચ્ચે 104 પોઇન્ટનું અંતર હતું. પાક. સામે 122 રનની અણનમ ઇનિંગ રમવાનો કોહલીને