• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

નીતિશ પીએમ પદના ઉમેદવાર : જેડીયુ નેતા

મહેશ્વરી હજારીએ કહ્યું, દેશમાં નીતિશથી વધારે યોગ્ય ઉમેદવાર કોઈ છે નહીં

પટણા, તા. 24 : જેડીયુના એક મોટા નેતાએ ફરી એક વખત નીતીશ કુમારને ઈન્ડિયા ગઠબંધન તરફથી પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવી માગણી કરી છે. બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મહેશ્વરી હજારીએ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સીએમ નીતિશ કુમારમાં પીએમ માટેના તમામ ગુણ છે જ્યારે પણ ઈન્ડિયા ગઠબંધન પીએમ ઉમેદવારના નામની ઘોષણા કરશે તો તે નીતીશ કુમારનું નામ હશે. 

હજારીએ કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટે ભારતમાં નીતિશથી યોગ્ય કોઈ ઉમેદવાર નથી. નીતીશ કુમાર દેશના સૌથી મોટા સમાજવાદી નેતા છે. પીએમ મોદી પણ કહી ચૂક્યા છે કે રામ મનોહર લોહિયા બાદ નીતિશ કુમાર સૌથી મોટા સમાજવાદી નેતા છે.નીતીશ કુમાર પાંચ વખત ભારત સરકારમાં મંત્રી રહ્યા છે અને 18 વર્ષથી બિહારમાં મુખ્યમંત્રી છે. તેઓથી યોગ્ય ઉમેદવાર અન્ય કોઈ હોય શકે નહીં. પહેલા જેડીયુ અધ્યક્ષ લલન સિંહ પણ માગણી કરી ચૂક્યા છે કે નીતિશ કુમારને દેશનું નેતૃત્વ કરતા જોવા માગે છે. 

દરમિયાન, મુખ્ય પ્રધાન નીતિશકુમારે સોમવારે કેબિનેટની બેઠક બોલાવી છે. ત્યાર બાદ તેઓ લાલુ યાદવને મળવા તેમનાં નિવાસ સ્થાને દોડી ગયા હતા&