• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

બૉલીવૂડના જાણીતા લેખક-પત્રકાર સંજય ચૌહાણનું અવસાન  

ઇરફાન ખાનની એવૉર્ડ વિજેતા ફિલ્મ પાનસિંહ તોમરના લેખક સંજય ચૌહાણનું અવસાન થયું છે. છેલ્લા ઘણાં સમયથી લીવરની બીમારીથી પીડિત સંજયે હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની સરિતા અને પુત્રી સારા છે. સંજયે પાનસિંહ તોમર, આઈ એમ કલામ, મૈંને ગાંધી કો નહીં મારા, ધૂપ, સાહેબ બીવી ઓર ગૅંગસ્ટર જેવી ફિલ્મો લખી છે. આઈ એમ કલામ માટે તેમને શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર એવૉર્ડ પણ મળ્યો હતો. સંજય મૂળ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હતા. તેમના પિતા રેલવે કર્મચારી અને માતા શિક્ષિકા હતાં. સંજયે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને દિલ્હીમાં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી 1990માં ક્રાઈમ આધારતિ ટીવી સિરિયલ ભંવર લખી હતી. ત્યારબાદ તેઓ મુંબઈ આવ્યા અને 2003માં સુધીર મિશ્રાની ફિલ્મ હઝારોં ખ્વાહિશે ઐસીના સંવાદો લખ્યા હતા. તેઓ સ્પષ્ટવક્તાપણું અને કલાત્મક લેખન માટે જાણીતા હતા.