ટીવી સિરિયલ દેવો કે દેવ મહાદેવમાં શંકર ભગવાનની ભૂમિકા ભજવીને ઘરેઘરમાં જાણીતો બનેલો અભિનેતા મોહિત રૈના દીકરીનો પિતા બન્યો છે. તેની પત્ની અદિતી શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. મોહિતે સોશિયલ મીડિયા પર દીકરીની ઝલક દર્શાવતી તસવીર શેર કરી છે. તેણે દીકરીનો ચહેરો નથી દર્શાવ્યો પણ તે દીકરીના હાથને પકડેલો જોવા મળે છે. ફોટા સાથે મોહિતે લખ્યું છે કે અને આમ જ અમે ત્રણ થઈ ગયા. આ દુનિયામાં સ્વાગત છે, બેબી ગર્લ.મોહિત અને અદિતી લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતા અને ગયા વરસે તેમણે લગ્નની તસવીર શેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ જ રીતે મોહિતે અદિતીની ગર્ભાવસ્થાની જાણ કર્યા વગર દીકરીના જન્મના સમાચાર આપ્યા છે.