• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

માનસી જોશી રોયએ નવિકા કોટિયાને ગુજરાતી ઉચ્ચારો શીખવ્યા  

ગુજરાતમાં વાઇબ્રન્ટ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે, પણ પાલનપુરના રાજગૌર પરિવારમાં તોફાન મચી ગયું છે, જ્યાં સૌથી નાની વહુ હેતલ (ડોલ્ફીન દૂબે) એક વહુના પરંપરાગત વર્તનથી વિરુદ્ધ અલગ થવા માગે છે. અનઅપેક્ષિત ઘટનાથી પરિવારની સૌથી મોટી વહુ અને પરિવારની સર્વેસર્વા અંબિકા તૂટી જાય છે, કેમકે તેની સૌથી પહેલી પ્રાથમિક્તા પરિવારને જોડીને રાખવાની છે. સાસુ ક્યારેય મા કે વહુ ક્યારે દીકરી નથી બની શકતી માન્યતાને ખોટી સાબિત કરવા માટે, અંબિકા એક અલગ પ્રકારનો નિર્ણય લે છે, જેમાં તેના ઘરના દરવાજે એક અનાથ બાળકી કેસરને કોઈ મૂકીને ગયું હોય તેને એક દીકરી તરીકે નહીં પણ વહુ તરીકે ઉછેરે છે. ઝી ટીવી પરથી 18મી સપ્ટેમ્બરથી શરૂ થનારી સિરિયલ કયુંકી ... સાસ મા, બહુ બેટી હોતી હૈ?ની વાર્તા અત્યંત હૃદયસ્પર્શી અને નવીન છે. આમાં અંબિકાની ભૂમિકા માનસી જોશી રોય અને કેસરના પાત્રમાં નવિકા કોટિયા છે.  સિરિયલ ગુજરાતી પરિવારની પશ્ચાદ્ભુ ધરાવતી હોવાથી કલાકારોએ ગુજરાતી ઉચ્ચારો સાથેનું હિન્દી બોલવાનું છે. માનસી ગુજરાતી હોવાથી નવિકાને યોગ્ય ઉચ્ચારો માટે મદદ કરે છે. 

નવિકાએ જણાવ્યું હતું કે, અમારા કેટલાક