મુંબઈ, તા. 20 : અલ્ઝાઈમર્સથી પીડિત માતાની કાયદેસર ગાર્ડિયનશિપ મેળવવા એની પુત્રીએ કરેલી અરજી સંદર્ભે મુંબઈ હાઈ કોર્ટે ન્યૂરોલોજિસ્ટ દ્વારા વૃદ્ધાની તબીબી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ સુનીલ શુક્રે અને ફિરદોશ પુનીવાલાએ જે.જે. હોસ્પિટલના ડીનને નિષ્ણાત ન્યૂરોલોજિસ્ટની નિમણૂક કરી પીડિત માતાની તપાસ કરી કોર્ટને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.
પુત્રીએ અરજીમાં કહ્યું છે કે એની માતા (61) સ્મૃતિભ્રંશ (અલ્ઝાઈમર્સ)થી પીડિત છે અને પોતાની સંભાળ રાખી શકે એમ નથી. એ પોતાની બુદ્ધિ, સંવાદ, સમજણનો ઉપયોગ કરવા સમર્થ નથી. એ વાતચીત કરી શકતી નથી કે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી શકતી નથી. એને પોતાના રોજિંદા કાર્યો કરવા માટે પણ ચોવીસે કલાક મદદની જરૂર પડે છે.
અરજીમાં જણાવ્યા મુજબ તેના પિતાનું મે-2022માં મૃત્યુ થયા બાદ પરિસ્થિતિ વણસી છે. તેઓ માતાની સંભાળ રાખતા હતા અને તેનો તબીબી ખર્ચ પણ ઉઠાવતા હતા. તેમના મૃત્યુ પછી માતાને પેન્શન મળે છે પરંતુ માતાની તબીબી સ્થિતિને કારણે પેન્શન ખાતું પણ ઓપરેટ કરી શકાતું નથી. પુત્રીએ માતાના નામે રહેલી સ્થાવર સંપત્તિનું પણ પ્રબંધન કરવાનું હોય છે. અરજીમાં એમ પણ જણાવ્યું છે કે અરજદારની માતા ભલે અલ્ઝાઈમર્સથી પીડિત હોય પણ એને સન્માન સાથે પોતાનું જીવન વીતાવવાનો શેર કરો -