• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

વાંધાજનક થીમ પર ડેકોરેશન કરનારા થાણેના ગણેશ મંડળને પોલીસ કાર્યવાહીની ચિમકી

મુંબઈ, તા. 20 : થાણે જિલ્લાના કલ્યાણમાં એક ગણેશ મંડળે વાંધાજનક થીમ `લોકતંત્ર ખતરામાં છે' પર ડેકોરેશન કરતાં પોલીસે કાર્યવાહીની ચિમકી આપી છે. કલ્યાણમાં ઠાકરે જૂથની શિવસેનાના વિજય તરુણ મંડળના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, વખતે ગણપતિ ડેકોરેશનની થીમ લોકતંત્ર ખતરામાં છે નક્કી કરવામાં આવી છે. સંદર્ભે કલ્યાણની મહાત્મા ફૂલે ચૌક પોલીસે સોમવારે નોટિસ ફટકારીને કાર્યવાહીની ચિમકી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગણેશ મંડળે શિવસેનાના ભંગાણની થીમ પર ડેકોરેશન કર્યું હતું જે બાદ પોલીસે મંડળ સામે ગુનો નોંધ્યો હતો. ગણેશ મંડળે પોલીસની કાર્યવાહી સામે બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર આપ્યો હતો, જે બાદ મામલો શાંત થયો હતો, પરંતુ વર્ષે ફરી એકવાર વાંધાજનક થીમ પર ડેકોરેશન કરતાં મંડળની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના છે. પોલીસે આપેલી નોટિસમાં જણાવાયું છે કે, વાંધાજનક થીમ પર ડેકોરેશન કરવાનો પ્રયાસ બે સમૂહ, સમુદાય અને ધર્મ વચ્ચે લડાઈનું કારણ બની શકે છે અને તેને કારણે કાયદો અને વ્યવસ્થા ખંડિત થઈ શકે છે.

મંડળના પ્રમુખ અને ઠાકરે જૂથની શિવસેનાના કલ્યાણ શાખાના પ્રમુખે અંગે જણાવ્યું હતું કે, વર્ષે અમે 60મા ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. વર્ષે લોકતંત્ર