ભારતીય અર્થતંત્રની અમુક ચાવીરૂપ પારાશીશીમાં શૅરબજારનું ખાસ મહત્ત્વ રહ્યંy છે. છેલ્લા થોડા સમયથી બજારમાં ભારે ઉતાર ચડાવનું વલણ નાના કે મોટા રોકાણકારોમાં ભારે ચિંતા જગાવી રહ્યંy છે. સ્વદેશી રોકાણકારોની ચિંતા વધારે તેવા અહેવાલોમાં વિદેશી રોકાણકારોએ ભારતના શૅરબજારમાંથી ઉપાડનું વલણ લીધું હોવાના આંકડા સામે આવી રહ્યા છે. એક તરફ ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી ઝડપભેર વિકસી રહ્યંy છે, ત્યારે બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારોથી અળગા થઈ રહ્યા હોવાની હકીકત શૅરબજારના દેશી રોકાણકારોની સાથોસાથ સ્થાનિકના અર્થશાત્રીઓ માટે પણ મંથનની બાબત બની રહ્યંy છે.
શૅરબજારમાં વિદેશી રોકાણકારોએ
પોતાનાં નાણાં ખેંચવાનું મોટાપાયે શરૂ કર્યાના આંકડા સામે આવ્યા છે. અૉક્ટોબર મહિનામાં
જ 48 હજાર કરોડથી વધુની રકમ શૅરબજારમાંથી વાળી લેવાઈ હતી, તો સપ્ટેમ્બરમાં આ આંકડો
3પ હજાર કરોડનો રહ્યો હતો. આ વર્ષે વિદેશી
રોકાણકારોએ પરત ખેંચી લીધેલી રકમ 3.08 લાખ કરોડને આંબી ગઈ છે. ગયા વર્ષે આ આંકડો 1.66 લાખ કરોડનો હતો.
અર્થશાત્રીઓ એવો મત વ્યક્ત
કરી રહ્યા છે કે, ક્રૂડતેલના સતત વધી રહેલા ભાવો અને વધતી મોંઘવારીની સાથોસાથ કંપનીઓની
કમાણી સામે આશંકા ઊભી થઈ છે, આ તમામને લીધે વિદેશી રોકાણકારો પારોઠનાં પગલાં ભરી રહ્યાં
છે. જોકે, બજારના સૂત્રધારો એવી લાગણી ધરાવે છે કે, માત્ર બહારી કારણો બતાવીને સરકાર
પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી શકે નહીં.
આમ તો બજારને મજબૂત રાખવા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનાં પગલાં સમયાંતરે
લેવાતાં રહે છે, પણ આવાં પગલાંથી વિશેષ કોઈ નક્કર અને અસરકારક પગલાં લેવાય તો આવી કટોકટીઓનો
કાયમી ઉકેલ આવી શકે.
આજે વિશ્વની બજારો રોકાણકારોને
પોતાની તરફ આકર્ષવા સતત મથી રહી છે, તેવામાં સરકાર તરફથી સ્થિર નીતિઓ અને પારદર્શક
નિયમોની અનિવાર્યતા વર્તાઈ રહી છે. વિદેશી રોકાણકારોમાં આવા હકારાત્મક માહોલ દ્વારા
વિશ્વાસ વધારવા અને જાળવવા પર સરકારે હવે તાકીદે ધ્યાન આપવાની જરૂરત છે. આમ તો જે રીતે
વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી પોતાનાં નાણાં પરત લેવા જે રીતે ધસારો કર્યો છે,
તેનાથી આમ તો બજારમાં વધુ અસર પડે તેમ છે, પણ સ્થાનિકના અને સંસ્થાગત રોકાણકારોને લીધે
સ્થિતિ હદબહાર વણસી નથી.