ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 11 : પોરબંદરના નાનકડા
ગામ ભેટકડીના વૃદ્ધ ખેડૂતની માનવતા જોતા બાળકલ્યાણ સમિતિ અને પોલીસની આંખમાં પણ ઝળઝળિયાં
આવી ગયાં, કારણ કે એક ખેતમજૂર એની વાડીએ ભાગિયા તરીકે આવ્યો અને પોતાની દીકરીને નિરાધાર
મૂકીને જતો રહ્યો, વૃદ્ધ ખેડૂતે એને ત્રણ વર્ષ સુધી પોતાની પૌત્રીની જેમ પાળી અને એને
દત્તક લેવા માટે લોકો આવ્યા ત્યારે ભીની આંખે દીકરીને વળાવી જેથી એનું....