• શનિવાર, 25 માર્ચ, 2023

LIVE બજેટ 2023

 • 01-02-2023, 12:24 pm

  રેલવેની કાયાપલટ થશે

 • 01-02-2023, 12:24 pm

  નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી. તો સાથે ઘણી નવી ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

 • 01-02-2023, 12:24 pm

  • KYC અને ITC ભરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવશે

 • 01-02-2023, 12:24 pm

  • 5G માટે 100 લેબ વિકસાવવામાં આવશે

 • 01-02-2023, 12:24 pm

  • PAN કાર્ડ ઓળખ કાર્ડ તરીકે માન્ય રહેશે

 • 01-02-2023, 12:23 pm

  નિર્મલા સીતારમણે પાન કાર્ડને લઈને બજેટમાં મોટી જાહેરાત કરી છે - પાન કાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખાણ પત્ર તરીકે માનવામાં આવશે.

 • 01-02-2023, 12:23 pm

  કેન્દ્ર સરકારે રાજ્યોને 50 વર્ષનું વ્યાજ મુક્ત લોન વધુ એક વર્ષ લંબાવી છે.

 • 01-02-2023, 12:23 pm

  ક્ષેત્રિય હવાઈ સંપર્કમાં સુધાર માટે 50 નવા એરપોર્ટ, હેલીપેડ અને વોટર એરો ડ્રોન, ઉન્નત લેન્ડીંગ ગ્રાઉન્ડ પુનર્જીવિત કરવામાં આવશે.

 • 01-02-2023, 12:08 pm

  પીએમ આવાસ યોજનાનું બજેટ 66 ટકા વધાર્યું,

 • 01-02-2023, 12:08 pm

  રેલવે : 2.4 લાખ કરોડનું બજેટ

 • 01-02-2023, 12:08 pm

  એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી થશે

 • 01-02-2023, 12:07 pm

  પશુપાલન,ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણ લક્ષ્યને 20 લાખ કરોડ કર્યું

 • 01-02-2023, 12:07 pm

  કૃષિ સાથે જોડાયેલ સ્ટાર્ટ અપને પ્રાથમિકતા

 • 01-02-2023, 12:07 pm

  દેશના તમામ શહેરો અને તાલુકામાં સેપ્ટિક ટેન્ક અને સીવરોની 100 ટકા સફાઈ મશીનોથી થશે. મેન હોલથી મશીન હોલ મોડમાં ટ્રાંસફર થશે તમામ નગરપાલિકા.

 • 01-02-2023, 11:41 am

  2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે નવી 157 નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે : નાણાં પ્રધાન

 • 01-02-2023, 11:41 am

  બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે: નાણાં પ્રધાન

 • 01-02-2023, 11:40 am

  ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ કરોડ રૂપિયાનો બોજ ઉઠાવવામાં આવી રહ્યો છે. અંત્યોદય યોજના હેઠળ ગરીબોને મફત અનાજનો પુરવઠો એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

 • 01-02-2023, 11:40 am

  માથાદીઠ આવક બમણી થઇ - ભારતમાં વ્યક્તિદીઠ આવકમાં સતત વૃદ્ધિ થઇ - વર્ષ 2014થી અત્યાર સુધીમાં બમણા કરતા વધારે વધી છે - હાલ ભારતની માથાદીઠ આવક વાર્ષિક 1.97 લાખ રૂપિયા થઇ - ભારતીય અર્થતંત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 10માથી 5મા ક્રમે પહોંચી.

 • 01-02-2023, 11:30 am

  મોદી સરકારે 9 વર્ષમાં જીવનની ઉત્તમ ગુણવત્તા પ્રદાન કરી : નિર્મલા સીતારમણ

 • 01-02-2023, 11:29 am

  નાણાપ્રધાન નિર્મલા સીતારમન આજે વર્ષ 2023-2024 માટેનું બજેટ રજૂ કરી રહ્યાં છે. નિર્મલા સીતારમનનું આ પાંચમું બજેટ છે. આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.

 • 01-02-2023, 10:13 am

  નાણા વર્ષ 2022-23માં અત્યાર સુધી નિકાસ કરતાં આયા તનો વિકાસ દર વધારે રહ્યો હોવા થી ચાલુ ખાતાની ખાધમાં વધારો થયો હોવા નું સર્વેએ જણા વ્યું છે.

 • વર્ષ 2022-23માં સેવા ક્ષેત્રનો વિકાસ વધીને 9.1 ટકા થવાનો અંદાજ

  નાણા પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે સંસદમાં રજૂ કરેલા વર્ષ 2022-23ના આર્થિક સર્વે અનુસાર નાણા વર્ષ 2021-22માં દેશના સર્વિસીસ સેક્ટરમાં 8.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. તેની આગળના વર્ષે સર્વિસીસ સેક્ટરના ઉત્પાદનમાં 7.8 ટકાનો ઘટાડો થયો હતો. સર્વે નોંધે છે કે ભારતનું સર્વિસીસ સેક્ટર સક્ષમતાનો સ્ત્રોત છે અને તે વધુ લાભ મેળવવા માટે તૈયાર છે. નિકાસની સંભાવના સાથેની નીચાથી ઊંચા મૂલ્યવર્ધનવાળી ગતિવિધીમાં આ ક્ષેત્રમાં રોજગાર સર્જન અને વિદેશી ભંડોળ મેળવવાનો પૂરતો અવકાશ છે અને તે દેશની નિકાસ સ્થિરતામાં નોંધપાત્ર ફાલો આપી શકે તેમ છે.

 • ભારતની નિકાસને તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડશે

  આર્થિક સર્વેક્ષણ 2022-23માં જણાવાયું છે કે ઘટતી જતી વૈશ્વિક માગને કારણે ભારતની જણસોની નિકાસ ઉપર અસર થશે. સર્વેમાં એમ પણ જણાવાયું છે કે પ્રયોગમૂલક સાહિત્ય દસ્તાવેજો દર્શાવે છે કે વૈશ્વિક વૃદ્ધિ ભારતની વાસ્તવિક નિકાસ પર મજબૂત આંકડાકીય અને આર્થિક રીતે નોંધપાત્ર અસર કરે છે, જોકે સમય જતાં અસરમાં ઘટાડો થયો છે. આઈએમએફના અંદાજ મુજબ 2022 અને 2023માં વૈશ્વિક વૃદ્ધિ ધીમી રહેવાની આગાહી છે. વૈશ્વિક નાણાકીય કટોકટી અને કોવિડ-19 મહામારીના મુશ્કેલીભર્યા સમયને બાદ કરતાં વર્ષ 2001 પછીનો આ સૌથી નબળો વૈશ્વિક વિકાસ છે. આમ, જો 2023માં વૈશ્વિક વૃદ્ધિ વેગ નહીં પકડે તો આગામી વર્ષમાં ભારતનું નિકાસનું ચિત્ર યથાવત્ રહેશે, એમ અનેક અનુમાનો દર્શાવે છે.

 • 2023-24માં વિકાસદર 6.5 ટકા રહેશે: આર્થિક સર્વેક્ષણ, ખરીદશક્તિની દ્રષ્ટિએ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર

  આગામી નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો આર્થિક વિકાસદર 6.5 ટકા રહેશે એવી આગાહી નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણમાં કરવામાં આવી છે. આ વર્ષે 2022-23માં આર્થિક વિકાસદર 7 ટકાનો રહેશે અને ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપે વિકસતું અર્થતંત્ર હશે એવો અંદાજ સર્વેક્ષણમાં વ્યક્ત થયો છે. ભારત ખરીદશક્તિની દ્રષ્ટિએ વિશ્વનું ત્રીજા ક્રમનું અને વિનિમય દરની દ્રષ્ટિએ પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે એમ સર્વેક્ષણ કહે છે. સર્વેના અંદાજ અનુસાર 2022-23માં વર્તમાન ભાવની રાષ્ટ્રીય આવક (નોમિનલ જીડીપી)માં 11 ટકાનો વધારો થવાનો સંભવ છે.

 • દેશમાં સ્વયં રો જગા ર કરતા ના ગરિ કો ની સંખ્યા માં વધા રો થયો

  નવી દિ લ્હી , તા .31 (એજન્સી સ) : આજે સંસદમાં રજૂ થયેલા આર્થિ ક સર્વે અનુસા ર ના ણા વર્ષ 2021 દરમિ યા ન સ્વયં રો જગા ર કરના રા ના ગરિ કો ની સંખ્યા માં વધા રો થયો હતો જ્યા રે નિ યમિ ત વેતન અને રો જગા ર મેળવતા લો કો ની સંખ્યા માં ઘટા ડો થયો હતો . આ વલણ શહેરી અને ગ્રા મી ણ એમ બંને વિ સ્તા રો માં જો વા મળ્યું હતું.

  જો કે, ગ્રા મી ણ વિ સ્તા રો માં શ્રમિ કો ની સંખ્યા માં ઘટા ડો થયો હો વા ની નોં ધ આ સર્વેમાં કરવા માં આવી છે. 75 ટકા થી વધુ ગ્રા મી ણ મહિ લા શ્રમિ કો કૃષિ ક્ષેત્રમાં કા ર્યરત છે.

 • દેશની રા જકો ષિ ય ખા ધ વધી ને રૂ.9.93 લા ખ કરો ડ થઈ

  નવી દિ લ્હી , તા .31 (એજન્સી સ) : ના ણા વર્ષ 2022-23ના એપ્રિ લથી ડિ સેમ્બર મહિ ના સુધી પુરા થયેલા નવ મા સ દરમિ યા ન દેશની રા જકો ષિ ય ખા ધ રૂ.9.93 લા ખ કરો ડની થઈ હતી જે સમગ્ર વર્ષના અંદા જના 60 ટકા થઈ હો વા નું આજે જાહેર કરવા મા આવેલા સરકા રી આંકડા માં જણા વવા માં આવ્યું હતુ.

  વેરા દ્વા રા થયેલી ચો ખ્ખી આવક વધી ને રૂ.15.56 લા ખ કરો ડની થઈ હતી જ્યા રે ખર્ચ રૂ.28.18 લા ખ કરો ડનો થયો હો વા નું આ આંકડા માં જણા વવા માં આવ્યું છે.

 • દેશની ચા લુ ખા તા ની ખા ધ ઉપર સતત ધ્યા ન આપવું પડશે

  નવી દિ લ્હી , તા .31 (એજન્સી સ) : આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના પહેલા દિ વસે ના ણા પ્રધા ન નિ ર્મલા સી તા રા મને લો કસભા માં રજૂ કરેલા આર્થિ ક સર્વેમાં ના ણા વર્ષ 2023-24 દરમિ યા ન દેશનો વિ કા સ દર (જીડી પી ) 6.5 ટકા ની આસપા સ રહેવા નું અનુમા ન જાહેર કરવા ની સા થે ચા લુ ખા તા ની ખા ધ (કરન્ટ એકા ઉન્ટ ડેફિ સિ ટ - સી એડી ) ઉપર સતત ધ્યા ન રા ખવા ની આવશ્યકતા ઉપર ભા ર મૂક્યો હતો .

​લાઇવ ફીડ
બીઝનેસ
વધુ વાંચો