• સોમવાર, 29 એપ્રિલ, 2024

એસઆઈપી દ્વારા 14 મહિનામાં રૂા. 2.22 લાખ કરોડનું રોકાણ  

માસિક રોકાણમાં 39 ટકાની વૃદ્ધિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : શૅરબજારમાં જોવા મળેલી તેજીને પગલે મ્યુચ્યુઅલ ફંડસની ઈક્વિટી સ્કીમો અને એસઆઈપીમાં પણ સતત વૃદ્ધિ થઈ રહી છે.

એમ્ફાના રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 14 મહિનાના સમયગાળામાં એસઆઈપી દ્વારા કુલ રૂા. 2.22 લાખ કરોડનું રોકાણ થયું છે. સમયગાળા દરમિયાન એસઆઈપીના માસિક રોકાણમાં 39 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2023માં એસઆઈપી દ્વારા રૂા. 13,856 કરોડનું રોકાણ આવ્યું હતું. ફેબ્રુઆરી 2024માં વધીને રૂા. 19,187 કરોડનું થયું છે.

જાન્યુઆરી 2023માં મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરનું કુલ ભંડોળ રૂા. 40.80 ટ્રિલિયન હતું ફેબ્રુઆરી 2024ના અંતે 34 ટકા વધીને રૂા. 54.50 ટ્રિલિયન થયું છે.જાન્યુઆરી 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 14 મહિનાના સમયગાળામાં દર મહિને એસઆઈપી દ્વારા કેટલું રોકાણ આવ્યું એની વિગત જોઈએ.

જાન્યુઆરી 2023માં એસઆઈપી દ્વારા રૂા. 13,856 કરોડ, ફેબ્રુઆરીમાં રૂા. 13,686 કરોડ, માર્ચમાં રૂા. 14,276 કરોડ, એપ્રિલમાં રૂા. 13,728 કરોડ, મેમાં રૂા. 14,749 કરોડ, જૂનમાં રૂા. 14,734 કરોડ અને જુલાઈમાં રૂા. 15,245 કરોડનું રોકાણ આવ્યું હતું.

અૉગસ્ટમાં એસઆઈપી દ્વારા રૂા. 15,814 કરોડ, સપ્ટેમ્બરમાં રૂા. 16,042 કરોડ, અૉક્ટોબરમાં રૂા. 16,928 કરોડ, નવેમ્બરમાં રૂા. 17,073 કરોડ, ડિસેમ્બરમાં રૂા. 17,610 કરોડ, જાન્યુઆરી 2024માં રૂા. 18,838 કરોડ અને ફેબ્રુઆરીમાં રૂા. 19,187 કરોડનું રોકાણ આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક