• સોમવાર, 29 એપ્રિલ, 2024

પાંચ મિડકૅપ કંપનીઓના શૅરના ભાવમાં 200 ટકા કરતાં વધુ વૃદ્ધિ  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : નાણાકીય વર્ષ 2023-24માં નિફટી મિડકૅપ-100 ઈન્ડેક્સમાં સમાવિષ્ટ પાંચ કંપનીઓના શૅરના ભાવમાં 200 ટકા કરતાં વધુની વૃદ્ધિ થઈ છે. પ્રભુદાસ લીલાધરના રિપોર્ટ મુજબ પાંચ કંપનીઓમાં આઈઆરએફસી, આરઈસી, રેલ વિકાસ નિગમ, બીએચઈએલ અને પાવર ફાઈનાન્સ કૉર્પોરેશનનો સમાવેશ થાય છે.

પ્રભુદાસ લીલાધરના રિપોર્ટ મુજબ આઈઆરએફસીના શૅરનો ભાવ 31 માર્ચ 2023ના રોજ રૂા. 26.60 હતો 448 ટકા વધીને 26 માર્ચ, 2024ના રોજ રૂા. 145.70ના લેવલે પહોંચ્યો છે. આરઈસીના શૅરનો ભાવ 31 માર્ચ, 2023ના રોજ રૂા. 115.50 હતો 26 માર્ચ, 2024ના રોજ વધીને રૂા. 461.40 થયો છે. ભાવમાં 300 ટકાનો વધારો થયો છે.

રેલ વિકાસ નિગમના શૅરનો ભાવ 31 માર્ચ 2023ના રોજ રૂા. 68.60 હતો 280 ટકા વધીને 26 માર્ચ 2024ના રોજ રૂા. 260.50 થયો છે. બીએસઈએલના શૅરનો ભાવ 31 માર્ચ 2023ના રોજ રૂા. 70.10 હતો 26 માર્ચ 2024ના રોજ 242 ટકા વધીને રૂા. 239.80 થયો છે.

પાવર ફાઈનેન્સ કૉર્પોરેશનના શૅરનો ભાવ 31 માર્ચ 2023ના રોજ રૂા. 121.40 હતો 225 ટકા વધીને 26 માર્ચ 2024ના રોજ રૂા. 395 થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક