• સોમવાર, 29 એપ્રિલ, 2024

મુંબઈ સહિત મોટા ભાગનાં શહેરોનું તાપમાન 35 અંશ સેલ્સિયસને પાર  

મુંબઈ, તા. 29 : માર્ચ મહિનાની આખરમાં મુંબઈગરાને ધોમધખતા ઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે. મુંબઈ સહિત મોટા ભાગના શહેરોનું ઉષ્ણતામાન 35 અંશ સેલ્સિયસ પર પહોંચી ગયું છે. થાણે, નવી મુંબઈમાં પણ તાપમાન 36થી 38 અંશની આસપાસ નોંધાયું છે. આગામી બે દિવસ એમાં હજી વધારો થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ અંશ સેલ્સિયસ જેટલો વધારો થશે. વર્તમાનમાં મુંબઈમાં આર્દ્રતાનું પ્રમાણ 45 ટકા જેટલું છે. એટલે પરસેવો વધુ થતો નથી. જોકે એપ્રિલ અને મે મહિનામાં મુંબઈમાં આર્દ્રતાનું પ્રમાણ 75 ટકા જેટલું હશે અને વખતે ઉષ્ણતામાન 34 અંશ સેલ્સિયસની આસપાસ હશે તો પણ 38 ટકા જેટલું લાગશે, એવો અંદાજ મુંબઈ પ્રાદેશિક હવામાનશાસ્ર વિભાગે વ્યક્ત ર્ક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક