• સોમવાર, 29 એપ્રિલ, 2024

દેશનાં સાત શહેરોમાં ઘર ખરીદીમાં વધારો  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મુંબઈ સહિત દેશનાં સાત મુખ્ય શહેરોમાં 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઘર ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં લગભગ 1,14,000 ઘરના વેચાણની સરખામણીમાં વખતના ત્રિમાસિકમાં 1,30,000 ઘરનું વેચાણ થયું છે. વધારો 14 ટકા જેટલો છે. એમાં મુંબઈ મહાનગર અને પુણેનો હિસ્સો 51 ટકા જેટલો છે. મુંબઈ મેટ્રોપોલિટનમાં 24 ટકા અને પુણેમાં 15 ટકા વધારો નોંધાયો છે. અન્ય શહેરોમાં ગયા વર્ષની સરખામણીમાં એક ટકો વધારો થયો છે. 

ઘર ખરીદીમાં 40થી 80 લાખ રૂપિયાના મધ્યમ શ્રેણીના ઘર વધુ છે. શ્રેણીના ઘરનું વેચાણ 33 ટકા જેટલું રહ્યું છે. 1.5 કરોડ રૂપિયા સુધીના પ્રીમિયમ ઘરની ટકાવારી 24 ટકા અને પરવડનારા ઘરનું પ્રમાણ 18 ટકા જેટલું છે. વર્ષના પહેલા ત્રિમાસિકમાં ઘર વેચાણમાં નવો ઉચ્ચાંક સર થયો છે.

`ઍનારોક'ના અહેવાલમાં દેશનાં સાત મુખ્ય શહેરોમાં ઘરના વેચાણની સમીક્ષા કરવામાં આવી છે. `ઍનારોક'ના અધ્યક્ષ અનુજ પુરીએ મુંબઈ મેટ્રોપોલિટન અને પુણેના ઘરના વેચાણની ટકાવારી દેશનાં સાત મુખ્ય શહેરોની સરખામણીમાં 51 ટકા જેટલી છે. મુંબઈ મહાનગરમાં વિક્રમી 24 ટકા વધારો થયો છે તો પુણેમાં 15 ટકા જેટલો વધારો થયો હોવાનું કહ્યું છે. 

મુંબઈ મેટ્રોપોલિટનમાં ત્રિમાસિકમાં 33,800 નવા ઘર ઉપલબ્ધ થયા છે અને સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં નવ ટકા ઓછી છે. એમાં 80 લાખ રૂપિયા સુધીના ઘરનો પુરવઠો 59 ટકા કરતાં વધુ છે. 2024ના ત્રિમાસિકમાં લગભગ 1,30,170 ઘરનું વેચાણ થયું છે. નોએડા, મુંબઈ મહાનગર પ્રદેશ, બેંગલુરુ, પુણે, હૈદરાબાદનો કુલ એકત્રિત હિસ્સો 91 ટકા છે. મુંબઈ મહાનગર વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 42,990 ઘરનું વેચાણ થયું છે. વધારો 2023ના પહેલા ત્રિમાસિકની સરખામણીમાં 24 ટકા વધુ છે. 2023ના પહેલા ત્રિમાસિકમાં 34,690 ઘરનું વેચાણ થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક